E. Books

All Book 📖📖

Pages

અંગ્રેજી ગ્રામર

ગુજરાતી વ્યાકરણ

Std 10 Eng..

Pages

7.વનમાં ચાંલિયો ઊગ્યો (લોકગીત) – સંકલિત

 વનમાં ચાંલિયો ઊગ્યો (લોકગીત)

– સંકલિત
કાવ્ય-પરિચય
‘વનમાં ચાંદલિયો ઊગ્યો’ નાયિકાની લાગણીને વાચા આપતું
લોકગીત છે. ‘વનમાં ચાંદલિયો ઊગ્યો રે હો રાજ મને સૂરજ હ લાગ્યો રે’ ગીતની શરૂઆતની આ પંક્તિ નાયિકાનો હૃદય-ઉલ્લા સૂચવે છે. એ ઉલ્લાસ પ્રિયતમના આગમનનો છે. પ્રિયતમા તેને માત્ર રોકાઈ જવાનો જ નહિ, પણ દાતણ, નાવણ, દૂધપાન,મુખવાસ, પોઢણ જેવી તમામ ક્રિયાઓ કરવાનો આગ્રહ કરે છે. પ્રિયતમાના સમર્પણભાવ સામે પ્રિયતમની મજબૂરી ગીતમાં પ્રગટ થાય છે. પ્રિયતમ મિત્રોને છોડીને રોકાઈ શકે તેમ નથી, તે સાચો મિત્રધર્મ નિભાવે છે. આથી તે પ્રિયતમાની એક પણ ઇચ્છા પૂરી નહિ કરી શકે એનો વારંવાર ઉલ્લેખ કરે છે. પ્રિયતમના વિરહમાં ઝૂરતી પ્રિયતમા માટે પ્રયોજેલો ‘વન' શબ્દપ્રયોગ એની એક્લતા સૂચવે છે, તો સૂરજ’ શબ્દપ્રયોગ નાયિકાના હૃદયમાં આશાનું કિરણ લઈને આવે છે.
શબ્દાર્થ
[પૃષ્ઠ 32] ચાંદલિયો – ચાંદો, ચંદ્ર. ઉતારો – ઊતરવાનો મુકામ, (અહીં) થોડો વખત રોકાઈ જવું. ગોરી – રૂપાળી સ્ત્રી, (અહીં) પ્રિયતમા.
ભાઈબંધ – મિત્ર, નાવણ –સ્નાન. દૂધડાં – દૂધ. પોઢણ – શયન.
કાવ્યની સમજૂતી
વનમાં ચાંદલિયો ઊગ્યો છે; પરંતુ મને (પ્રિયતમાને) એ સૂરજ
થઈને ઊગ્યો હોય એવું લાગે છે.
[1 -2]
(પ્રિયતમા એના પ્રિયતમને કહે છે :) હવે આવ્યા છો તો ઉતારો કરતા જાઓ. (થોડું રોકાઓ.) પ્રિયતમ કહે છે : ગોરી, અમે ઉતારા શી રીતે કરીએ? મારી સાથે મારા ભાઈબંધ છે.
[3-5]
(પ્રિયતમા કહે છે :) આવ્યા છો તો દાતણ કરતા જાઓ. (પ્રિયતમ કહે છે :) ગોરી, અમે દાતણ શી રીતે કરીએ? મારી સાથે મારા ભાઈબંધ છે.
[6-8]
(પ્રિયતમા કહે છે :) આવ્યા જ છો તો સ્નાન કરતા જાઓ.
(પ્રિયતમ કહે છે :) ગોરી, અમે સ્નાન શી રીતે કરીએ? મારી સાથે મારા ભાઈબંધ છે.
[9-11] 
(પ્રિયતમા કહે છે :) આવ્યા જ છો તો દૂધ પીને જાઓ.
(પ્રિયતમ કહે છે :) ગોરી, અમે દૂધ શી રીતે પીએ? મારી સાથે મારા
ભાઈબંધ છે.
[12-14]

(પ્રિયતમા કહે છે :) આવ્યા જ છો તો મુખવાસ લેતા જાઓ.
(પ્રિયતમ કહે છે :) ગોરી, અમે મુખવાસ શી રીતે લઈએ? મારી સાથે
મારા ભાઈબંધ છે.
(15-17]
(પ્રિયતમા કહે છે :) આવ્યા જ છો તો શયન કરતા જાઓ.
(પ્રિયતમ કહે છે :) ગોરી, અમે પોઢણ શી રીતે કરીએ? મારી સાથે
ભાઈબંધ છે.
[18-20
પ્રશ્નોત્તર
* પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો સવિસ્તર (આશરે 100 શબ્દોમાં)
ઉત્તર લખો :
નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર : નાયિકા પોતાના પ્રિયતમના વિરહમાં ઝૂરે છે. એક્લતા અનુભવતી પ્રિયતમાના જીવનમાં ‘ચાંદલિયો ઊગ્યો’ એટલે પ્રિયતમના આવવાથી એના હૃદયમાં ઉલ્લાસ જાગ્યો. એને લાગ્યું કે એના સૂના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઊગ્યો. સૂરજ આશાનું કિરણ લઈને
આવ્યો છે, એટલે એના આનંદની સીમા નથી. એ પ્રિયતમને આવેલા જોઈને એની આગતાસ્વાગતા કરવા તત્પર થઈ છે. એ પ્રિયતમને ઉતારો કરવા, દાતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી ક્રિયાઓ એને ત્યાં કરે એવી વિનંતી કરે છે. એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને એના એકલવાયા જીવનમાં મિલનના આનંદનો અનુભવ થાય.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો :
( 1 ) વનમાં ચાંદલિયો ઊગ્યો' કાવ્યમાં રજૂ થયેલી દૈનિક
ક્રિયાઓ ક્રમમાં નોંધો.
ઉત્તર : ‘વનમાં ચાંદલિયો ઊગ્યો' કાવ્યમાં દૈનિક ક્રિયાઓ નીચે મુજબ ક્રમમાં રજૂ થઈ છે : સૌપ્રથમ ઉતારો કરવો. એ પછી દાતણ કરવું. દાતણ કરી લીધા પછી નાવણ કરવું અર્થાત્ સ્નાન કરવું. સ્નાન કર્યા પછી દૂધ પીવું. દૂધ પીધા પછી મુખવાસ લેવો અને છેલ્લે પોઢણ કરીને જવું.


* ( 2 ) નાયકના આતિથ્ય માટે નાયિકા શી શી વિનંતી કરે છે ? 
ઉત્તર : નાયિકા નાયકનું આતિથ્ય કરવા માટે અધીરી બની છે. નાયિકાએ પ્રિયતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતાં જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે. આથી દાતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
 (1) નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે?
અથવા
‘વનમાં ચાંદલિયો ઊગ્યો’ જોઈને નાયિકાને ‘સૂરજ થૈ ઊગ્યો રે’ એવું કેમ લાગે છે?

ઉત્તર : નાયિકાને વનમાં ઊગેલો ચાંદલિયો જાણે સૂરજ થૈ ઊગ્યો હોય એવું લાગે છે અર્થાત્ ઊગતો સૂરજ જાણે એને માટે આશાનું કિરણ લઈને આવ્યો છે.
* ( 2 ) ‘વનમાં ચાંદલિયો ઊગ્યો' કાવ્યમાં નાયક રોકાવાની શા માટે ના કહે છે? અથવા

* નાયક નહિ રોકાવા માટે નાયિકાને ક્યું કારણ આપે છે?

ઉત્તર : ‘વનમાં ચાંદલિયો ઊગ્યો' કાવ્યમાં નાયકની સાથે એના મિત્રો પણ છે માટે એ રોકાવાની ના પાડે છે.

(3) નાયક નહિ રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે? ઉત્તર : નાયક નહિ રોકાઈ શકે એમાં તેને મિત્રધર્મ નિભાવવાનો છે, એ મજબૂરી છે.



પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

1. ‘વનમાં ચાંદલિયો ઊગ્યો' કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.

A. લોકગીત B. ભજન C. આખ્યાન-ખંડ D. ઋતુકાવ્ય

2. ઉદાસ સ્થિતિને ઉજાશમાં બદલી નાખવાના પ્રતીક તરીકે સૂરજ’નો ઉપયોગ ક્યા કાવ્યમાં થયો છે?

‘A. છપ્પા B. ચક્રવામિથુન C. ભજન કરે તે જીતે D. વનમાં ચાંદલિયો ઊગ્યો 
ઉત્તર : 1. લોકગીત 2. વનમાં ચાંદલિયો ઊગ્યો
વ્યાકરણ
1. નીચેનાં વાક્યોમાં પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને લખો ઃ (
 1 ) વનનો ચાંદલિયો ઊગ્યો રે ...
(2) હાં રે મારે ભાઈ-બંધનો જોડી.
 (૩) નાવણિયા અમે કેમ કરીયે ગોરી.

ઉત્તર : ( 1 ) વનમાં ચાંદલિયો ઊગ્યો રે ...

(2) હાં રે મારે ભાઈ-બંધની જોડી.
 (3) નાવણિયા અમે કેમ કરીએ ગોરી.

 2. નીચેના શબ્દોના અર્થભેદ લખો :
 ( 1 ) પિતા – પીતા ( 2 ) મુખ – મૂક

ઉત્તર : ( 1 ) પિતા – બાપ / પીતા – પાતળા કકડા 
( 2 ) મુખ – ચહેરો / મૂક – મૂગું

3. નીચે વિભાગ ‘અ’માં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો વિભાગ બ'માંથી શોધીને લખો :

(1)

વિભાગ ‘અ’વિભાગ બ’
1. ઉતારો
2. દૂધડાં
- દુગ્ધ, ક્ષીર
– મુકામ, પડાવ
– રવિ, ભાસ્કર
ઉત્તર :
 1. ઉતારો – મુકામ,પડાવ
2. દૂધડાં – દુગ્ધ, ક્ષીર
(2)

વિભાગ ‘અ’
વિભાગ બ’
1. ચાંદલિયો
 2. વન

– અરણ્ય, જંગલ
 – શશી, ચંદ્ર
 – દાતણ, બ્રશ
ઉત્તર : 
1. ચાંદલિયો – શશી, ચંદ્ર 
2. વન – અરણ્ય, જંગલ

4. નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દસમૂહ લખો :
 ( 1 ) નાવણ – નાહવાનું પાણી 
( 2 ) ઉતારો – મુસાફરને ઊતરવાનો મુકામ
 (3) મુખવાસ  – જમ્યા પછી મોં સુવાસિત કરવા ખાવાની વસ્તુ

5.નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપો :

( 1 ) થૈ ( 2 ) જાવ ( 3 ) દૂધડાં ( 4 ) પોઢણ ( 5 ) નાવણ ઉત્તર : ( 1 ) થઈ ( 2 ) જાઓ (૩) દૂધ (4) શયન (5) સ્નાન

6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો :

( 1 ) સુરજ ( 2 ) દાતણીઆ ( 3 ) નાવણીઆ ( 4 ) પીયે ઉત્તર : ( 1 ) સૂરજ ( 2 ) દાતણિયા ( 3 ) નાવણિયા ( 4 ) પીએ

7. નીચેના વાક્યમાંથી સંયોજક શોધીને લખો :

આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાવ.

ઉત્તર : (જ્યારે) ત્યારે ...

8. નીચેનાં વાક્યોમાં કઈ વિભક્તિ વપરાઈ છે તે જણાવોઃ
 ( 1 ) વનમાં ચાંદલિયો ઊગ્યો રે.

(2) હાં રે મારે ભાઈ-બંધની જોડી.

ઉત્તર : 
( 1 ) વનમાં – સપ્તમી વિભક્તિ (અધિકરણ)
( 2 ) ભાઈ-બંધની – ષષ્ઠી વિભક્તિ (સંબંધ)


No comments:

Post a Comment