E. Books

All Book 📖📖

Pages

અંગ્રેજી ગ્રામર

ગુજરાતી વ્યાકરણ

Std 10 Eng..

Pages

5..છપ્પા / ઉખાણાં

 છપ્પા / ઉખાણાં


છપ્પા

અખો (સત્તરમું શતક-પૂર્વાર્ધ]

કાવ્ય-પરિચય

અહીં અખાના બે છપ્પા છે. પહેલા છપ્પામાં અખાએ ઉંદર અને પંખીનાં દૃષ્ટાંત દ્વારા સંસારની આંટીઘૂંટીથી ન ડરવાની સલાહ આપી છે. બીજા છપ્પામાં અખાએ ભાષા કરતાં ભાવના વધારે

મહત્ત્વની છે એમ કહીને મૂળાક્ષરના બાવન અક્ષર કરતાં પરમતત્ત્વરૂપી પરમાત્માની આરાધના કરવાનું જણાવ્યું છે.

શબ્દાર્થ

[પૃષ્ઠ24] લાય – આગ. ધોખો – ચિંતા, ફરિયાદ. શોર – અવાજ. જોર – તાકાત, શક્તિ. ભય – ડર. ક્યમ – કેમ, શા માટે. વળગવું – બાઝી રહેવું, લપેટાઈ રહેવું. સૂર – મૂર્ખ, ગમાર, લુચ્ચું. રણ – (અહીં) યુદ્ધનું -- મેદાન. શૂર – શૂરવીર, પરાક્રમી. પ્રાકૃત – (સંસ્કૃતમાંથી ઊતરી આવેલી) એક લોકભાષા. બાવન – મૂળાક્ષરના બાવન અક્ષર
કાવ્યની સમજૂતી

નગરમાં આગ લાગી છે, પણ પંખીને કોઈ ફરિયાદ નથી. ઉંદર બિચારો બૂમાબૂમ કરે છે. તેની પાસે પાંખ નથી એટલે તે ઊડી શકતું નથી. અખો કહે છે કે એક જ્ઞાની ભયથી કેમ ડરે? તે પોતાની અનુભવરૂપી પાંખથી આકાશમાં ફરે છે. અર્થાત્ તે સંસારની વિટંબણાથી ડરતા નથી. [1-4]
મૂર્ખ, ભાષા શું કામની? જે રણમાં વીરતાથી જીતે તે શુરવીર ગણાય. શું સંસ્કૃત બોલવાથી જ કામ સરે? કોઈ પ્રાકૃત ભાષા(લોકબોલી)માં બોલે તોપણ કામ થાય છે. અખો કહે છે મૂળાક્ષરના બાવન અક્ષરમાં સઘળો સંસાર વિસ્તર્યો છે, પણ તેનાથી મુક્ત થઈ પરમતત્ત્વરૂપી ત્રેપનમા અક્ષરની આરાધના કરો તો બેડો પાર થઈ જાય. [5-8]
પ્રશ્નોત્તર
* પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો :

( 1 ) ‘આવી નગરમાં લાગી લાય' છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો.

ઉત્તર : નગરમાં અચાનક આગ લાગે તો પંખી સહેજે ફરિયાદ કરતું નથી, કેમ કે એ ઊડીને આગથી બચી શકે છે, પણ પાંખ વગરના ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂં ચૂં અવાજ કરીને શોર મચાવે છે. એની પાસે પાંખ નથી એટલે એનામાં પંખીની જેમ ઊડવાની તાકાત નથી. કવિ અખો ઉંદર અને પંખીનાં દૃષ્ટાંત દ્વારા કહે છે કે અજ્ઞાની માણસ પાસે અનુભવજ્ઞાન ન હોવાથી એ સંસારની મુશ્કેલીઓથી બચી શકતા નથી. આથી તેઓ ડરી જઈને ઉંદરની જેમ શોર મચાવે છે; પરંતુ જ્ઞાનીજનને પંખીની જેમ ફરિયાદ કે ચિંતા નથી. એ સંસારની વિટંબણાઓથી બિલકુલ ડરતા નથી, કારણ કે એમની પાસે અનુભવરૂપી પાંખ છે. એ પાંખથી જ્ઞાનરૂપી આકાશ સુધી પહોંચી શકે છે. આથી અનુભવજ્ઞાનના બળે એ સારી રીતે જીવન પસાર કરી શકે છે. તાત્પર્ય એ છે કે અનુભવજ્ઞાન સંસારની વિટંબણામાંથી ઊગરવાનો એકમાત્ર ઉપાય છે.

( 2 ) અખાના ભાષા વિશેના વિચારો પર નોંધ લખો. ઉત્તર ઃ અખો ભાષાને મહત્ત્વ આપનારને મુર્ખ કહે છે. અખાના મતે જેમ યુદ્ધના મેદાનમાં યોો પોતાની ભાષાથી નહિ, પણ પોતાની બહાદુરીથી લડે છે. આથી જ એ ‘શૂરવીર' કહેવાય છે. એમ ભાષા કરતાં એમાં રજૂ થયેલી ભાવનાનું જ વિશેષ મહત્ત્વ છે. કોઈને સંસ્કૃત ભાષા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃતભાષા(લોક્ભાષા)માં તો તે પોતાની ભાવના રજૂ કરી શકે ને! શું એની ભાવનાનું પ્રાકૃતભાષામાં કોઈ મૂલ્ય જ નથી? જીવનનો સઘળો વ્યવહાર બાવન અક્ષરથી જ ચાલે છે; પરંતુ એથીય ૫૨ ત્રેપનમા અક્ષરૂપી પરમતત્ત્વ પરમાત્માને જાણે તો તેનો બેડો પાર થઈ જાય અર્થાત્ તે સંસારમાંથી મુક્ત થઈ જાય.

(૩) પહેલા છપ્પા દ્વારા અખો શું હેવા માગે છે? 
ઉત્તર : પહેલા છપ્પા દ્વારા અખો એમ કહેવા માગે છે કે અનુભવજ્ઞાન જ જીવનની અનેક વિટંબણામાંથી બહાર નીકળવાનો સાચો રાહ દર્શાવે છે. અખો ઉંદર અને પંખીના દૃષ્ટાંત દ્વારા આ હકીકત સ્પષ્ટ કરે છે, જો નગરમાં આગ લાગે તો પંખીને તેની કોઈ ચિંતા કે ફરિયાદ હોતી નથી, કેમ કે એ આગથી બચવા પોતાની પાંખ વડે ઊડી શકે છે, પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય? એટલે એ ડરના માર્યા ચૂં ચું શોર મચાવે છે. એની પાસે પંખીની જેમ ઊડવાની તાકાત નથી. આમ, અજ્ઞાનીજન ઉંદર જેવા છે. એમની પાસે અનુભવજ્ઞાન નથી એટલે તેઓ સંસારની વિટંબણાઓથી ડરી જાય છે, પણ જ્ઞાનીજનો સંસારની વિટંબણાઓથી સહેજ પણ ડરતા નથી. તેઓ પોતાના અનુભવજ્ઞાનથી એ વિટંબણાઓને ઉકેલી શકે છે. ટૂંકમાં, અનુભવજ્ઞાન જ સંસારની વિટંબણાઓને ઉકેલવાનો એકમાત્ર ઉપાય છે.




( 4 ) બીજા છપ્પા દ્વારા અખો શી પ્રેરણા આપે છે ?

 ઉત્તર : અખો જેમને સંસ્કૃત ભાષા સારી રીતે બોલતાં આવડતી ન હોય તેમને બીજા છપ્પા દ્વારા હિંમત આપે છે. અખો કહે છે, કોઈને સંસ્કૃત ભાપા બરાબર ન આવડતી હોય તો શું થયું? પ્રાકૃતભાપા(લોકભાષા)માં તે પોતાની ભાવના રજૂ કરી શકે ને! પ્રાકૃતભાષામાં રજૂ કરે એટલે શું એની ભાવનાનું કોઈ મૂલ્ય જ નથી? ભાષાને આટલું બધું મહત્ત્વ આપવાની શી જરૂર છે? જેમ યુદ્ધના મેદાનમાં યોદ્ધો ભાષાથી નહિ, પણ પોતાની બહાદુરીથી લડે છે. આથી જ તે શૂરવીર કહેવાય છે. એમ ભાષા મહત્ત્વની નથી, ભાષા દ્વારા રજૂ કરવામાં આવતી ભાવનાનું મૂલ્ય વિશેષ છે. આમ કહી અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના બાવન અક્ષર પર ભલે ચાલતો હોય, પણ એથીય પર ત્રેપનમા અક્ષરરૂપી પરમતત્ત્વ પરમાત્માને જે જાણે છે, તેનો બેડો પાર થઈ જાય અર્થાત્ તે સંસારમાંથી મુક્ત થઈ જાય.


પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

*( 1 ) નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી

ઉત્તર : નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી. * (2) ઉંદર શા માટે શોર કરે છે?

ઉત્તર : નગરમાં લાગેલી આગથી ડરીને ઉંદર શોર કરે છે.

( ૩ ) અનુભવજ્ઞાનનો મહિમા સમજાવવા અખો કોના દૃષ્ટાંત આપે છે?

ઉત્તર : અનુભવજ્ઞાનનો મહિમા સમજાવવા અખો પંખી અને ઉંદરના દૃષ્ટાંત આપે છે.


(4) આકાશમાં વિહ૨વા માટે અખો શાની જરૂરિયાત સૂચવે છે? ઉત્તર : આકાશમાં વિહરવા માટે અખો અનુભવરૂપી પાંખની જરૂરિયાત સૂચવે છે.

* ( 5 ) કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે?

 ઉત્તર : જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે.

*(6) બાવનનો સઘળો વિસ્તાર' એટલે શું?

ઉત્તર : જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના બાવન અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર,

(7) અખા ત્રેપનમો જાણે પાર' ઉક્તિ સમજાવો.

ઉત્તર : મૂળાક્ષરના બાવન અક્ષરથીય પર ત્રેપનમા અક્ષરરૂપી પરમતત્ત્વ પરમાત્માને જે જાણે છે, તેનો બેડો પાર થઈ જાય છે અર્થાત્ તે સંસારમાંથી મુક્ત થઈ જાય છે.


પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

1. ‘છપ્પા'માં કેટલા ચરણ હોય છે?

A. છ B. ચાર C. ત્રણ D. સાત

2. મધ્યકાળના કયા કવિ એમના છપ્પાને કારણે જાણીતા છે? 

A. ધીરો B. પ્રેમાનંદ C. અખો D. ભાલણ


૩. છપ્પાનો ઉપયોગ શેના માટે થયો છે?

A. કથા-વાર્તા માટે B. ગાયન-વાદન માટે  C. કટાક્ષ ને સદાચાર-બોધ માટે D. ભીંત પર લખવા માટે 

4. અખાએ છપ્પામાં મોટે ભાગે કયા છંદનો ઉપયોગ કર્યો છે?A. ચોપાઈ B. હરિગીત   C. વંશસ્થ D. વનવેલી


 ઉત્તર : 1. છ  2. અખો ૩. કટાક્ષ ને સદાચાર-બોધ માટે 4. ચોપાઈ

ઉખાણાં


શામળ [અઢારમું શતક]

કાવ્ય-પરિચય 

અહીં કવિ શામળનાં બે ઉખાણાં આપ્યાં છે. પહેલા ઉખાણામાં શામળે ‘પડછાયા’ની વાત કરી છે. બીજા ઉખાણામાં શામળે અરીસામાં

રૂપ જોઈ એની પાછળ ઘેલા થનારા લોકોની ભાવના સરોવરના દૃષ્ટાંતથી સમજાવી છે.


શબ્દાર્થ

- [પૃષ્ઠ 25] ચેતવું – સાવચેત રહેવું. અચરત – અચરજ, આશ્ચર્ય. દીઠું – જોયું. અધિક – વિશેષ, વધારે. કાયા — દેહ, શરીર. હાડ – હાડકાં. વાળ – કેશ. ભણીજે – (અહીં) કહે. રુધિર – લોહી, રક્ત. સુગુણ – સદ્ગુણ. ગણીજે – ગણવું. ખરી – પશુના પગનો ફાટેલો નખ. ખાલ – ચામડી, ત્વચા. કથવું – કહેવું. નિર્મળ – શુદ્ધ. નીર – પાણી. પંથી – યાત્રિક, મુસાફર. તીર – કાંઠો, કિનારો.

[પૃષ્ઠ 26] સમીપ – નજીક, પાસે. બૂડવું – ડૂબવું. ઝાઝું – વધારે, પુષ્કળ. તરબીબ – શરીર. કારમું – આકરું. હિત – ફાયદો, લાભ. સોહામણું – સુંદર.


કાવ્યની સમજૂતી

(1) હે ચતુર નર, તું સાવચેત રહે. મેં એક અચરજ જોયું છે. એ રૂપ સ્વરૂપ /દેખાવે સુંદર છે. અમૃતથી પણ મીઠું છે. એના દેહ પર હાડકાં છે. એનાં હાડકાં પરના વાળ કહે. એના વાળ ઉપર લોહી છે. એના સદ્ગુણ પણ ગણી લેજે (ધ્યાનમાં રાખજે.). નખ ઉપર ચામડી છે, પણ ચામડી ઉપર વાળ જ નથી. વળી મુખેથી અમૃત ઝરે છે. શામળ કહે કોણ હશે એ?

 (ઉત્તર : પડછાયો) [1-6]

 ( 2 ) એક સરસ સરોવર છે. એ નિર્મળ નીરથી ભરેલું છે, પણ કોઈ યાત્રિક કે મુસાફર એનું પાણી પીતું નથી. હંસ પણ એના 

કાંઠે બેસતો નથી. ઘણા જન એ સરોવર પાસે જાય તો એમને જોઈને એ સરોવરમાં ડૂબી જાય. દેહને દુ:ખ ન થાય. એ શરીરે તાજા રહે. કવિ શામળ કહે છે આ છે તો આકરું, પણ હોંશીજનને એનાથી લાભ

હશે. સ્વામી, લાવો એ સોહામણું તો (મારા) સોળ (શણગાર) પૂરાં થશે. (ઉત્તર : દર્પણ) [7-12)

પ્રશ્નો ઉત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો :


(1) પહેલા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે? 

ઉત્તર : પહેલા ઉખાણા દ્વારા કવિ એમ કહેવા માગે છે કે પડછાયો આશ્ચર્ય પમાડે છે. એ સુંદર દેખાય છે. એ શીતળ છે એટલે કવિએ એને અમૃતથી મીઠો કહ્યો છે. મનુષ્યના શરીર ઉપર હાડકાં છે, વાળ છે, લોહી છે, નખ છે, ચામડી છે, પણ પડછાયા પાસે તો આમાંનું કાંઈ જ નથી, છતાં એની પાસે અમૃત જેવી શીતળતા છે. એ વાતનું કવિને અચરજ થાય એ સ્વાભાવિક છે. આમ, કવિ ‘પડછાયા’ના ગુણધર્મ વર્ણવી ચતુર નરને એનો ઉત્તર આપવા જણાવે છે.


( 2 ) બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માગે છે?

 ઉત્તર : બીજા ઉખાણામાં કવિએ દર્પણ વિશે કૌતુક જગાડ્યું છે. કવિ દર્પણને સરોવર તરીકે ઓળખાવે છે. આ સરોવર નિર્મળ નીરથી ભર્યું હોવા છતાં કોઈ મુસાફર એનું પાણી પીતું નથી. હંસ આ સરોવરને તીરે આવીને બેસતો નથી, આ સરોવર અર્થાત્ આ દર્પણમાં નારીનું રૂપસૌંદર્ય જોઈ અનેક જણ એના રૂપ પાછળ ઘેલા થયા છે. એનાથી નાયિકાના શરીરને કોઈ હાનિ થતી નથી. ઊલટું એનું દેહસૌંદર્ય તાજું રહે છે, ખીલી ઊઠે છે. આથી ઉખાણાને અંતે કવિ કહે છે કે ભલે એ દર્પણ આકરું લાગે, છતાં પતિ પાસે દર્પણ મગાવતી પત્નીને તો એ દર્પણમાં જોઈ સોળ શણગાર સજીને પોતાના યૌવનને પૂર્ણ કરવાની હોંશ છે.


પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

 ( 1 ) ઉખાણાની વિશેષતા જણાવો.


ઉત્તર : ઉખાણાની વિશેષતા એ છે કે એમાં બુદ્ધિચાતુર્યના વિનોદ અને મનોરંજન બંને હોય છે.


* ( 2 ) કવિએ કર્યું અચરજ જોયું?


ઉત્તર : કવિએ પડછાયાનું અચરજ જોયું.


* (૩) કાયા ઉપર શું શું છે?


ઉત્તર ઃ કાયા ઉપર હાડકાં, વાળ, લોહી, નખ અને ચામડી છે.


* (4) હંસ ક્યાં બેસતા નથી?


ઉત્તર : હંસ સરોવર કાંઠે બેસતા નથી.


* (5) કવિએ કોને સરોવર કહ્યું છે?


ઉત્તર : કવિએ દર્પણને સરોવ૨ કહ્યું છે.


પ્રશ્ન 3. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. ‘ઉખાણા’ના રચિયતાનું નામ જણાવો.


A. શામળ B. ધીરો C. પ્રેમાનંદ D. ભાલણ


2. ઉખાણામાં શું રજૂ થાય છે?


A. કવિતાની લાક્ષણિકતા

B. વ્યક્તિની લાક્ષણિકતા

C. રાષ્ટ્રીયતા

D. જ્ઞાતિની ઓળખ

ઉત્તર : 1. શામળ

2. વ્યક્તિની લાક્ષણિકતા 

( 2 ) કવિ શામળ કહે છે કારમું.


(3) તેનાથી સર સમીપ જવાય.



વ્યાકરણ


1. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યરૂપાંતર કરો ઃ 

( 1 ) (જળ) પીએ નહિ કોઈ પંથી. (કર્મણિવાક્ય બનાવો.) (2) કવિ શામળથી કહેવાય છે કારમું. (કર્તરિવાક્ય બનાવો.) (૩) તે સર સમીપ જાય. (ભાવેવાક્ય બનાવો.)

ઉત્તર : ( 1 ) (જળ) પીવાય નહિ કોઈ પંથીથી.

( 2 ) કવિ શામળ કહે છે કારમું.

(3) તેનાથી સર સમીપ જવાય.

2. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યપરિવર્તન

 (1) પંખીને ધોખો નવ થાય. (પ્રશ્નવાક્ય બનાવો.)

 ( 2 ) દુ:ખ પામે દેહ. નિષેધવાક્ય બનાવો.) 

(૩) ચતુર નર તને ચેતવું, (આજ્ઞાર્થવાક્ય બનાવો.)


(4) પીએ નહિ કોઈ પંથી, હંસ નવ બેસે તીરે.

(સંભાવનાર્થ વાક્ય બનાવો.)

ઉત્તર : ( 1 ) પંખીને શો ધોખો થાય?

(2) દુ:ખ ન પામે દેહ,

(૩) ચતુર નર! તું ચૈત, એક અચરત મેં દીઠું.

( 4 ) પીશે નહિ કોઈ પંથી, હંસ નવ બેસશે તીરે.


3. નીચેનાં વાક્યોમાં પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને લખો : 

( 1 ) આવી નગરથી લાગી લાય ...


(2) જેની અનુભવ-પાંખ આકાશ ફરે?


(૩) ભાષાનું શું વળગે, ભૂર! જે રણથી જીતે તે શૂર.


ઉત્તર : ( 1 ) આવી નગરમાં લાગી લાય...


( 2 ) જેની અનુભવ-પાંખ આકાશે ફરે?


(૩) ભાષાને શું વળગે, ભૂર! જે રણમાં જીતે તે શૂર.


4.નીચેના શબ્દોના અર્થભેદ લખો : 

4. ( 1 ) ઉદર – ઉંદર 

( 2 ) પાર – પાળ

(૩) ખરી – ખળી

(4) હંસ – હસ –

( 5 ) નાસવું – દોડવું

( 6 ) ફરવું – ફળવું 



ઉત્તર : ( 1 ) ઉદર – પેટ / ઉંદર – એક ઘરાળું પૂંછડીવાળું પ્રાણી
( 2 ) પાર – અંત, છેડો / પાળ – તળાવ કે સરોવરની આડ
ખરી – ચોપગાં પ્રાણીઓના આખા નખ/
ખળી – દૂધની બળી
4.હંસ – એક પંખી / હસ – 'હસવું'નું આજ્ઞાર્થ રૂપ
5.નાસવું – ભય કે બીકથી ઝડપથી જવું/
દોડવું – કૂદતે પગલે ઝડપથી જવું
( 6 ) ફરવું – ગતિ કરવી, ચાલવું / ફળવું – ફળ આવવાં
5. નીચે વિભાગ ‘અ'માં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો વિભાગ ‘બ'માંથી શોધીને લખો :
(1)


વિભાગ ‘અ’વિભાગ ‘બ'
1. કાયા
2. નિર્મળ
–વિમલ, શુદ્ધ
– દેહ, શરીર
– વિહગ, ખગ
ઉત્તર : 1. કાયા – દેહ, શરીર
2. નિર્મળ – વિમલ, શુદ્ધ
(2)

વિભાગ ‘અ’
વિભાગ ‘બ'
1. અચરજ
2. વળગે
– બાઝે, લપેટાય
– ધોખો, ફરિયાદ
– આશ્ચર્ય, નવાઈ
ઉત્તર : 1. અચરજ – આશ્ચર્ય, નવાઈ
2. વળગે – બાઝે, લપેટાય
(3)

વિભાગ ‘અ’
વિભાગ ‘બ'
1. રુધિર
2. હાડ

– વધુ, વધારે
– લોહી, રક્ત
– હાડકાં, અસ્થિ
ઉત્તર : 1. રુધિર – લોહી, રક્ત
2. હાડ – હાડકાં, અસ્થિ

6. નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દસમૂહ લખો :
( 1 ) પ્રાકૃત – સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોકભાષા
( 2 ) છપ્પો – ચાર ચરણ રોળાનાં અને બે ચરણ ઉલાલાનાં
હોય તેવી છંદોરચના
7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
( 1 ) શૂર ( 2 ) અમૃત ( 3 ) હિત ( 4 ) તાજું ( 5 ) સમીપ
( 6 ) નિર્મળ ( 7 ) સુગુણ
ઉત્તર : ( 1 ) શૂર x કાય૨
( 2 ) અમૃત × ઝેર
( 3 ) હિત x અહિત
( 4 ) તાજું × વાસી
( 5 ) સમીપ × દૂર
( 6 ) નિર્મળ X મલિન
( 7) સુગુણ × દુર્ગુણ
8. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપો :
 1 ) હાડ(2) ભૂર(3) ધોખો( 4 ) ભણીજે((5) અચરત ( 6 ) કેમ( 7 ) લાય

ઉત્તર : ( 1 ) હાડકાં ( 2 ) મૂર્ખ(૩) ચિંતા( 4 ) કહેજે( 5 ) અચરજ (6)કેમ ( 7 ) આગ


9. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો :
( 1 ) બીચારું
 ( 2 ) પાકૃત
( 3 ) સંસ્ક્રુત
( 4 ) અમ્રુત
( 5 ) રૂધિર
 ( 6 ) નીર્મળ
ઉત્તર : 
( 1 ) બિચારું 
( 2 ) પ્રાકૃત
( 3 ) સંસ્કૃત
( 4 ) અમૃત
( 5 ) રુધિર 
( 6 ) નિર્મળ


નીચેનાં વાક્યોમાં કઈ વિભક્તિ વપરાઈ છે તે જણાવો :
( 1 ) બાવનનો સઘળો વિસ્તાર,
(2 ) અખા જ્ઞાની ભયથી ક્યમ ડરે;
(3) આવી નગરમાં લાગી લાય,
( 4 ) કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું?
( 5 ) જે રણમાં જીતે તે શૂર.
ઉત્તર : ( 1 ) બાવનનો વિસ્તાર – ષષ્ઠી વિભક્તિ (સંબંધ)
( 2 ) ભયથી – તૃતીયા વિભક્તિ (કરણ)
( 3 ) નગરમાં – સપ્તમી વિભક્તિ (અધિકરણ)
( 4 ) પ્રાકૃતમાંથી – પંચમી વિભક્તિ (અપાદાન)
( 5 ) રણમાં – સપ્તમી વિભક્તિ (અધિકરણ)













No comments:

Post a Comment