Std 1 to 12


કેતન જોષી

ધોરણ 1 થી 12 બુક માં પીડીએફ ફાઈલ/ટૂંક સમયમાં વિડિયો ફાઈલ મુકવામાં આવશે/મોબાઇલમાં પીડીએફ ફાઇલ ખુલશે

કેતન જોષી આપણું હાર્દિક સ્વાગત કરું છું
Title of the document

6..સુંદરીની શોધ (આત્મા-અંશ)

 



સુંદરીની શોધ (આત્મા-અંશ)

જયશંકર ભોજક 'સુંદરી' (જન્મ : 30 - 01 – 1889; મૃત્યુ : 22 - 01 - 1975|

1116-1 5- પશિય

‘સુંદરીની શોધ' આત્મકથા-એશમાં જયશંકર ‘સુંદરીના નામે જાણીતા જયશંકર ભોજકની ‘સુંદરી' સુધીની રૂપાંતરયાત્રાનું ભાવસભર આલેખન થયું છે. માત્ર બાર વર્ષની ઉંમરે જયશંકરે સૌપ્રથમ 'સૌભાગ્યસુંદરી' નાટકમાં 'સુંદરીબાલા'ની ભૂમિકા ભજવી હતી. એમાં તેમના સરસ અભિનયથી તેઓ હંમેશને માટે ‘સુંદરી' બની ગયા. તેમણે આજીવન નાટકોમાં સ્ત્રીની ભૂમિકા જ ભજવી. 'સુંદરી'ના અભિનયને વધારે સહજ બનાવવામાં ગુજરાતી સાહિત્યની
અનેક નવલક્થાઓ, ખાસ કરીને ગોવર્ધનરામની 'સરસ્વતીચંદ્ર', અંગ્રેજ કવિ શૈક્સપિયરની નાટ્યકૃતિ ધીમોના' તથા સંસ્કૃત વિ કાલિદાસની ‘માલતીમાધવ' વગેરે કૃતિઓના અભ્યાસનું મોટું યોગદાન હતું. આ કૃતિઓની પ્રેરણાથી જ જયશંકર સુંદરી’ને ‘મંચ પર જીવંત બનાવવામાં સફળ થયા, પ્રેક્ષકોએ તેમની ભૂમિકાને મુક્તકંઠે વખાણી. એ વાતનો એમને ગર્વ હતો, પાઠના અંતે જયશંકરને ‘સુંદરી’ બનાવનાર પ્રેક્ષકો પ્રત્યે તેમણે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી છે.
શબ્દાર્થ

[પૃષ્ઠ 27) ભૂમિકા – પાત્ર. દૃષ્ટિકોણ – વસ્તુને જોવાવિચારવાની રીત. અભિનય – વેશ ભજવવો. સ્ત્રિયોચિત – સ્ત્રીને શોભે એવો. લાચાર – અસહાય, વિવશ, ક્રમબદ્ધ રીતે – એક પછી એક. મશહૂર – જાણીતું. રમતું – (અહીં) ગવાતું. છંદ – શોખ, (અહીં) વ્યસન, કુટેવ. કર્તવ્ય – ફરજ. પરું – શહેરની બહારનો ભાગ, ઉપનગર. જડી આવવું— મળી આવવું.

[પૃષ્ઠ 28] સત્કાર – આવકાર, સ્વાગત. ઠાવકાપણું – શાણાપણું, ગંભીરતા. પરિધાન – પહેરવેશ. છટાદાર – છટાવાળું, પ્રભાવક. ઉલ – ઉપાય. પોલકું –સ્ત્રીઓને પહેરવાનું એક વસ્ત્ર. બો – બાંધવાની દોરી. છૂટથી – સંકોચ વગર. સાંગોપાંગ – અંગઉપાંગ સહિત,
(અહીં) એ જ પ્રકારનું. અવલોકન – નિરીક્ષણ. થોભવું – ઊભા રહેવું, રોકાવું. કુતૂહલ – જિજ્ઞાસા. ઉત્કંઠા – તીવ્ર ઇચ્છ, આતુરતા. કામણ – વશીકરણ, મોહિની, કઠણ – અધરી. આંટીઘૂંટી -વ્યવહેંચ, ગૂંચવણ. અલૌકિક – અસામાન્ય, અદ્ભુત. સમત્વ-સમાનતા,
[પૃષ્ઠ 29] રુચવું – ગમવું, પસંદ પડવું. ચોથ – મનની ઇચ્છા, મુરાદ. અનુકરણ – નકલ. ભેટસોગાદ – ક્ષિસ અને નજરા તરીકે અપાતી વસ્તુ. અવાંતર – અંદરનું. ઊભરાવું – -પ્રગટ થયું. ઠસ્સો – ભપકો, રોફ. લહેકો – અદા, છટા. અનુકૃતિ – અનુકરણ, નકલ. કદરદાન – કદર કરનાર, ગુણ .


અઘરાં વાક્યોનું સ્પષ્ટીકરણ

પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહિ પરંતુ સ્ત્રીભાવોના પ્રગટીકરણ માટે ક્ળાસ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ. [પૃષ્ઠ 29] નાટકમાં પુરુષ ક્લાકાર માટે સ્ત્રીની ભૂમિકા ભજવવી પડકારરૂપ હોય છે. પુરુષે પોતાની જાતને સ્ત્રીમાં બદલવાની હોતી નથી. નાટ્યમંચ ૫૨ સ્ત્રીની ભૂમિકા ભજવનાર પુરુષ કલાકાર પ્રેકને અસલ સ્ત્રી જ હોય એવો ભાસ થાય એ માટે તેણે સ્ત્રીનાં ભાવ, લાગણી, વસ્ત્રો પહે૨વાની છટા વગેરેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને એ પ્રમાણે સ્ત્રીની ભૂમિકાને ભજવવા માટે પુરુષાર્થ કરવાનો હોય છે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો :

( 1 ) જવશંકર ‘રંભા દૂધવાળી'ની ભૂમિકા ભજવવા માટે કેવી તૈયારી કરી?

ઉત્તર : બાપુલાલે જયશંકર પાસે વિક્રમચરિત્ર'ની 'રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવી, એ માટે તેમણે એની આખી વાર્તા સમજી લીધી. એમાં જયશંકરે પોતાની દષ્ટિકોણ ઉમેર્યો હતો, રંભા દૂધવાળી બનીને પોતાના પતિ અને વિક્રમના પુત્ર રાજરતન પાસે જવું, એને પોતાના આકર્ષણથી આકર્ષવો, આકર્ષાય એટલે સ્ત્રિયોચિત રીતે નકારવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા વધા૨વી. છેવટે જાણે નિરુપાય બનીને આકર્ષણથી વશ થઈ રાજરતનની માગણીનો સ્વીકાર કરવો. તેઓ આ દરેક પ્રસંગને મગજમાં રાખીને આગળ-પાછળનાં દશ્યોમાં અભિનય કરતા. જયશંકર આ બધા પ્રસંગોને એક પછી એક કમમાં અને ચડિયાતા ક્રમમાં ઉપસાવતા,

( 2 ) 'જુગલ જુગારી' નાટકની નાયિકા 'લલિતાના સરળ વાચિક અભિનય વખતે જયશંકરની મનઃસ્થિતિ કેવી પઈ?

ઉત્તર : ‘જુગલ જુગારી' નાટકની નાયિકા `લલિતા'ની ભૂમિકા જયશંકરને ભજવવાની હતી, જયશંકર એ પાત્ર ભજવતી વખતે એમાં ખૂબ તરબોળ થઈ જતા. નાટકમાં એક સમયે જે પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો, તે જ પતિ જુગારના રવાડે ચડી ગયો. તે પત્નીની સામે જોતો પણ નહિ. પત્નીને ફોસલાવી-મનાવીને 

એના બાળકને નામે મૂકેલા પૈસા પડાવી લેવા એની પાસે સહી કરાવી લેતો. આ પ્રસંગની જયશંકર પર એટલી ઘેરી અસર થઈ કે તેમને 'લલિતા'ની ભૂમિકાનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો અને સરળ વાચિક અભિનય કરતાં એમની આંખોમાંથી આંસુ સરવા માંડતાં અને નાટકના છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમને મુશ્કેલ થઈ પડતું.



( 3 ) 'લલિતા'ની ભૂમિકા ભજવવા માટે જયશંકરે શી શી તૈયારીઓ કરી ?



ઉત્તર : જયશંકર ‘લલિતા'ની ભૂમિકા ભજવવા અંગેની કેટલીક ગૂંચ કેમ ઉકેલવી એના વિચારમાં હતા. એવામાં તેમને લલિતાની ભૂમિકાનો આદર્શ મળી આવ્યો. બાબુભાઈ અને કૃષ્ણાબહેને જ્યારે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો ત્યારે એ સત્કાર સ્વીકારતાં એ કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડ્યા. તેના મુખ પર હાસ્ય હતું છતાં તેણે ઠાવકાપણું ન છોડ્યું. આ દશ્ય જોતાં જ જયશંકરની ‘જુગલ જુગારી'ની ‘લલિતા'ના 'જુગલ' સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઊકલી ગઈ. એ કન્યાની વસ્ત્ર પહેરવાની સપ્રમાણ અને છટાદાર અદા જોઈને તેમને ‘લલિતા'ના પોશાકનો ઉકેલ પણ મળી ગયો. એ કન્યા પાસેથી એનાં પોલકાં સીવનાર દરજીનું ઠામઠેકાણું મેળવી લીધું. આમ, જયશંકરે લલિતાની ભૂમિકા ભજવતાં પહેલાં આ કન્યાનું સૂક્ષ્મ અવલોકન કર્યું. એના જેવું જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ – આ અવલોકન જયશંકરને ‘લલિતા’ની ભૂમિકામાં ઉતારવામાં ઉપયોગી બન્યું. આ રીતે જયશંકરે ‘લલિતા’ની ભૂમિકા ભજવતાં પહેલાં ઘણી તૈયારી કરી.



( 4 ) જયશંકરની ‘સુંદરી' સુધીની રૂપાંતર-યાત્રા તમારા શબ્દોમાં વર્ણવો.



ઉત્તર : જયશંકર ભોજક નાટકના જીવ હતા. બાર વર્ષની વયે એમના અભિનયગુરુ બાપુલાલ નાયકે એમને ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા વાંચવાની સલાહ આપી. નાની વયે ‘સરસ્વતીચંદ્ર'ના ચાર ભાગ વાંચતાં; એમાંનાં ‘કુમુદસુંદરી’, ‘કુસુમ’, ‘ગુણસુંદરી' તેમજ ‘અલકિશોરી', ‘સૌભાગ્યદેવી’, ‘મેનારાણી’, ‘ચંદ્રાવલીમૈયા’ જેવાં નારીપાત્રોએ એમના પર જાણે કામણ કર્યું. જે ‘સુંદરી’ની શોધ તેઓ કરી રહ્યા હતા એ તો આ નવલકથાના પાને પાને આલેખાયેલી હતી. આથી તેઓ અરીસાની સામે ઊભા રહી એ પાત્રોનો અભિનય કરતા. કોઈ કારણસર તેમની નાટકમંડળીને મુંબઈમાં નાટક ભજવવાની તક ન મળતાં એમણે ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરેનું વાંચન કરવામાં સમય વિતાવ્યો અને પોતાની અભિનયની ગૂંચો ઉકેલવાનો પ્રયત્ન કર્યો. તેમણે શેક્સપિયરની ‘ડેસ્ડીમોના’ અને ‘માલતીમાધવ’ની ‘માલતી’નો અભ્યાસ પણ કરી લીધો. પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. ઉપરાંત સમાજની બહેનો પાસેથી પણ ‘સુંદરી’નું પાત્ર કેમ ભજવવું એ શીખ્યા. આમ, જયશંકરની ‘સુંદરી’ સુધીની રૂપાંતરકથા આગળ ચાલતી રહી, ‘સૌભાગ્ય સુંદરી' નાટકના ‘સુંદરી’ પાત્રના અભિનયમાં તેમણે એક શરમાળ ગરવી ગુજરાતણને હૂબહૂ રજૂ કરી.



આ તેમના પરમ પુરુષાર્થનું પરિણામ હતું. આ અવાંતર પ્રક્રિયાએ જ તેમનામાં રહેલા નટને સાકાર થવામાં મદદ કરી. પ્રેક્ષકોએ તેમની અભિનયક્લાને મુક્તકંઠે બિરદાવી.



# ( 5 ) સ્ત્રીના વેશને યથાતથ ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રયત્નો કર્યા હતા?



ઉત્તર : એક પુરુષ માટે સ્ત્રીના વેશને યથાતથ ભજવવો એ અત્યંત કપરું કામ છે. જયશંકરે એને પાર પાડવા માટે અનેક પ્રયત્નો કર્યા. ‘કુમુદસુંદરી’, ‘કુસુમ’, ‘ગુણસુંદરી’, ‘અલકિશોરી’, ‘સૌભાગ્યદેવી’, ‘મેનારાણી’, ‘ચંદ્રાવલીમૈયા’ જેવાં ‘સરસ્વતીચંદ્ર' નવલકથાનાં નારીપાત્રોએ તેમના પર કામણ કર્યું હતું. તેઓ અરીસા સામે ઊભા રહી એ પાત્રોનાં વર્ણનને આધારે પાત્રોના હૃદયના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નો કરતા. એ પછી તેમણે આ દિશામાં એક ડગલું આગળ ભર્યું, એમની ઇચ્છા ‘સૌભાગ્ય સુંદરી’માં નિરૂપિત ‘સુંદરી’ની ભૂમિકાને રંગમંચ પર વધુ જીવંત બનાવવાની હતી. આથી તેઓ ગુજરાતી સાહિત્યની નવલકથાઓ, કાવ્યો, નિબંધો વાંચતા ગયા અને પોતાના અભિનયની ગૂંચો ઉકેલતા ગયા. એ અરસામાં તેમણે શેક્સપિયરની ‘ડેસ્કીમોના' અને ‘માલતીમાધવ'માંની ‘માલતી’નો અભ્યાસ કર્યો. પરિણામે તેમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ તૈયાર થયો. આમ, સતત છ માસના સંનિષ્ઠ પ્રયત્નો પછી તેઓ ‘સુંદરી’ની ભૂમિકામાં એક સ્ત્રીના લાવણ્યની મહેક પ્રસરી ઊઠે એ રીતે સ્ત્રીનું પાત્ર ભજવતા થઈ ગયા.



* ( 6 ) “ સુંદરીની શોધ' પરકાયાપ્રવેશની પ્રક્રિયાનું સુંદર દષ્ટાંત પૂરું પાડતો આત્મકથા-ખંડ છે.' પાઠને આધારે આ વિધાનની ચર્ચા કરો.



ઉત્તર : એક પુરુષ માટે, ખાસ કરીને સ્ત્રીની કાયામાં પ્રવેશ કરવો એ પડકારરૂપ છે. ‘કુમુદસુંદરી’, ‘કુસુમ’, ‘ગુણસુંદરી’, ‘અલકિશોરી', ‘સૌભાગ્યદેવી’, ‘મેનારાણી’, ‘ચંદ્રાવલીમૈયા' જેવાં ‘સરસ્વતીચંદ્ર' નવલકથાનાં નારીપાત્રોને અરીસા સામે ઊભા રહી એ પાત્રોના ભાવોમાં એકરૂપ થવાના પ્રયત્નમાં જયશંકરને સફ્ળતા મળી. તેમની ઇચ્છા રંગમંચ ૫૨ ‘સૌભાગ્ય સુંદરી’માં આવતા ‘સુંદરી’ના પાત્રને જીવંત બનાવવાની હતી. એમાં તેમને કંઈક ખૂટતું હોય એમ લાગ્યું. એ ખોટ તેમના શેક્સપિયરની ‘ડેસ્ડીમોના’ અને ‘માલતીમાધવ'માંની ‘માલતી’ના અભ્યાસે પૂરી કરી. આથી એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ બંધાયો. આટલા પ્રયત્નો પછી એ જયશંકર ન રહ્યા, પણ એક શરમાળ ગરવી ગુજતરાણ બની ગયા. તેમનાં અભિનય, લહેકા, કામણ, અંગપ્રત્યાંગમાં પેદા થતી મધુર ઝણઝણાટી હૂબહૂ સ્ત્રીનાં જ હોય એ રીતે તેમનામાં આવ્યાં. પ્રેક્ષકો તેમની સ્ત્રીપાત્રની ભજવણી ૫૨ આફરીન થઈ ગયા. આ રીતે જયશંકર પરકાયાપ્રવેશ કરીને જયશંકર ‘સુંદરી’ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. જયશંકરના જીવનની રૂપાંતર-યાત્રા જોતાં ‘‘‘સુંદરીની શોધ’ એ પરકાયાપ્રવેશની પ્રક્રિયાનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડતો આત્મકથા-ખંડ છે.’’

6. સુંદરીની શોધ


પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો : ( 1 ) બાપુલાલે નટના કતવ્ય અંગે જયશંકરને શું કહ્યું?


ઉત્તર : ‘જુગલ જુગારી' નાટકની નાયિકા ‘લલિતા'ની ભૂમિકા ભજવતાં જયશંકર એમાં એકાકાર થઈ ગયા. સરળ વાચિક અભિનય કરતાં તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં. છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમને માટે મુશ્કેલ થઈ પડ્યું. આ જોઈને બાપુલાલે જયશંકરને પ્રોત્સાહિત કરતાં કહ્યું : ‘‘આ પ્રકારની જે અસર તને ‘લલિતા’ની ભૂમિકા ભજવતાં થઈ છે, તે અસર પ્રેક્ષકો પર ઊભી કરવી એ નટનું કર્તવ્ય છે.''


* ( 2 ) કૃષ્ણાબહેને એમના પતિને નાટક જોયા પછી શું કહ્યું?


ઉત્તર : નાટક જોયા પછી કૃષ્ણાબહેને એમના પતિને કહ્યું, ‘‘શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ જ જોઈ લો! એના જેવું જ હસવું, એના જેવું જ બોલવું અને એના જેવી જ વસ્ત્રોની સજાવટ હતી. હું તો ભ્રમમાં પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી?''


( ૩ ) જયશંકરે ‘સરસ્વતીચંદ્ર' કેટલી વાર વાંચી? તેમાંથી શું સમજાવા લાગ્યું?


ઉત્તર : જયશંકરે ‘સરસ્વતીચંદ્ર'ના ચારે ભાગ સાત વાર વાંચ્યા. તેમાંથી જયશંકરને પ્રેમની આંટીઘૂંટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતનાં સુરેખ રીતે આલેખાયેલાં પાત્રો વાંચ્યા પછી તેમને કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવા લાગ્યો.


( 4 ) જયશંકરના મનોજગત પર કયાં કયાં પાત્રોએ અસર કરી હતી?


ઉત્તર : ‘સરસ્વતીચંદ્ર' નવલકથામાં આવતાં ‘કુમુદસુંદરી', ‘કુસુમ’, ‘ગુણસુંદરી’, ‘અલકિશોરી’, ‘સૌભાગ્યદેવી’, ‘મેનારાણી’, ‘ચંદ્રાવલીમૈયા’ જેવા દરેક પાત્રે જયશંકરના મનોજગત પર ઘેરી અસર કરી હતી.


* ( 5 ) જયશંકરની ‘સુંદરીની શોધ’ ક્યારે પૂર્ણ થઈ?


ઉત્તર : જયશંકરે ‘સરસ્વતીચંદ્ર’ના ચાર ભાગ વાંચ્યા. એમાંનાં ‘કુમુદસુંદરી’, ‘કુસુમ’, ‘ગુણસુંદરી’, ‘અલકિશોરી’, ‘સૌભાગ્યદેવી’, ‘મેનારાણી’, ‘ચંદ્રાવલીમૈયા' વગેરે પાત્રોના નારીત્વની તેમના પર ઊંડી અસર પડી. તેમને થયું કે તેઓ ગુજરાતની જે નારીની શોધમાં હતા એનાં દર્શન તેમને આ પાત્રોમાં થયાં છે. તેઓ આ અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યા ત્યારે તેમની ‘સુંદરીની શોધ' પૂર્ણ થઈ.


* ( 6 ) જયશંકરની કુમુદ બનવાની ઇચ્છા શાથી અધૂરી રહી ગઈ? ઉત્તર : જયશંકર ‘સુંદરી'ની નાટ્યમંડળીએ ગોવર્ધનરામ ત્રિપાઠીને તેમની નવલકથા ‘સરસ્વતીચંદ્ર'નું નાટ્યરૂપાંતર કરી આપવા વિનંતી કરી. કેટલાક સમય પછી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર'ના નાટ્યરૂપાંતરનો પહેલો અંક જયશંકર ‘સુંદરી’ની નાટ્યમંડળીને મોક્લી આપ્યો; પરંતુ તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકતિની વાતો કરતો આલેખ્યો હતો. આથી મંડળીને લાગ્યું કે આ નાટક મુંબઈની પ્રજાને નહિ ગમે. એટલે આ નાટક ભજવવાનું કામ આગળ ચાલ્યું નહિ. આથી જયશંકરની કુમુદ બનવાની ઇચ્છા અધૂરી રહી ગઈ.


* ( 7 ) જયશંકર પોતાના અભિનયની ગૂંચો શી રીતે ઉકેલતા હતા?


ઉત્તર : જયશંકર ‘બુદ્ધિપ્રકાશ' માસિકના અંકો મેળવીને વાંચવા લાગ્યા. સમય મળતો ત્યારે તેઓ ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યનાં પુસ્તકોનું વાંચન કરતા. આ રીતે તેઓ પોતાનો અભ્યાસ વધારતા હતા અને એમાંથી અભિનયની ગૂંચો ઉકેલતા હતા.


* (8) ‘સુંદરી’ની ભૂમિકાને જયશંકર ક્યારે ન્યાય આપી શક્યા?


ઉત્તર : જયશંકરે ‘સૌભાગ્યસુંદરી’માં આવતી ‘સુંદરી’ની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની 'ડેસ્ડીમોના’ અને ‘માલતીમાધવ'માંની ‘માલતી’નો અભ્યાસ કર્યો. પરિણામે એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો. આમ, છ માસના અભ્યાસ પછી જયશંકર ‘સુંદરી’ની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતા થઈ ગયા અને ‘સુંદરી’ની ભૂમિકાને ન્યાય આપી શક્યા.


(9) જયશંકરે અરીસામાં કેવી છબી જોઈ?


ઉત્તર : જયશંકરે અરીસામાં જાણે પોતાનામાંથી છૂટી પડેલી એક સુંદર નવયૌવનાને જોઈ. તેનાં અંગો ઘાટીલાં છે. તેનાં મદભર અંગોમાંથી યૌવન નીતરી રહ્યું છે. તેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે. તેની આંખોમાંથી સ્ત્રીસહજ ભાવો ઊભરાય છે. તેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે. તે પુરુષ નથી, પણ માત્ર એક સ્ત્રી જ છે.


(10) અરીસામાં નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનોભાવો કેવા હતા?


ઉત્તર : અરીસામાં એક નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનમાં સૌપ્રથમ પ્રશ્ન ઊઠ્યો : ‘એ સૌભાગ્યસુંદરી કે કુમુદસુંદરી?' અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો જાણે તેમને કહી રહ્યો હતો કે, “આ જયશંકર નથી. આ તો લજ્જાશીલ ગરવી ગુજરાતણ છે. એ લહેકો, એ અભિનય, એ કામણ. શરીરના અંગેઅંગમાં મધુર ઝણઝણાટી થઈ આવી. ઘડીભર એમ થયું કે હું પુરુષ નથી . શરૂઆતમાં મને સ્ત્રી થતાં સહજ સંકોચ થયો હતો. હવે એમને પ્રતીતિ થઈ કે હું સ્ત્રી જ છું. આ અવાંતર પ્રક્રિયાએ જ મને ... મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે.'' અરીસામાં નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના આ મનોભાવો હતા.


પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :


( 1 ) મંડળીને વધુ આવક કરી આપવા માટે બાપુલાલ શું કરવા માગતા હતા?


ઉત્તર : મંડળીને વધુ આવક કરી આપવા માટે બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂનાં નાટકોને ઝડપથી રંગમંચ ઉપર મૂકવા માગતા હતા.


( 2 ) માથેરાનમાં બાપુલાલ જયશંકર પાસે કઈ ભૂમિકા તૈયાર કરાવતા હતા?


ઉત્તર : માથેરાનમાં બાપુલાલ જયશંકર પાસે ‘વિક્રમચરિત્ર’ની 'રંભા દૂધવાળી'ની ભૂમિકા તૈયાર કરાવતા હતા.



* (3) ‘વિક્રમચરિત્ર’માં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? ઉત્તર : 'વિક્રમચરિત્ર'માં જયશંકરે ‘રંભા દૂધવાળી'ની ભૂમિકા ભજવી હતી.


( 4 ) ‘વિક્રમચરિત્ર' નાટકનું ક્યું ગીત લોકજીભે રમતું થયું હતું? 

ઉત્તર : 'વિક્રમચરિત્ર' નાટકનું ‘કોઈ દૂધ લ્યો દિલરંગી' ગીત લોકજીભે રમતું થયું હતું.

* ( 5 ) મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? 

ઉત્તર : મિલોએ ‘કોઈ દૂધ લ્યો દિલરંગી' ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ ક્યોં.

* ( 6 ) જયશંકર ‘સુંદરી’ના અભિનયગુરુ કોણ હતા?

ઉત્તર : જયશંકર ‘સુંદરી'ના અભિનયગુરુ બાપુલાલ નાયક હતા.

* ( 7 ) બાપુલાલને આખી રાતનો ઉજાગરો શાથી થયો હતો? ઉત્તર : બાપુલાલને ‘સરસ્વતીચંદ્ર' નવલકથાનો ચોથો ભાગ વાંચવામાં એટલો રસ પડ્યો કે એને પૂરી વાંચવામાં આખી રાતનો ઉજાગરો થયો.


(8) જયશંકરની મંડળીએ કોને શી વિનંતી કરી?


ઉત્તર : જયશંકરની મંડળીએ ગોવર્ધનરામ ત્રિપાઠીને એમની નવલકથા ‘સરસ્વતીચંદ્ર'નું નાટ્યરૂપાંતર કરી આપવાની વિનંતી કરી.

 * (9) ‘સુંદરી’ના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું?


ઉત્તર : ‘સુંદરી’ના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ‘ડેસ્ડીમોના’ અને માલતીમાધવની ‘માલતી'નો અભ્યાસ કર્યો.


(10) જયશંકરના અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો શું બોલતો હતો?


ઉત્તર : જયશંકરના અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો કે આ જયશંકર નથી પણ એક લજ્જાશીલ ગરવી ગુજરાતણ છે.


(11) અવાંતર પ્રક્રિયાને કારણે જયશંકરને શો લાભ થયો? ઉત્તર : અવાંતર પ્રક્રિયાને કારણે જયશંકર પોતાનામાં રહેલા નટને સાકાર કરવામાં સફળ થયા.

(12) જયશંકરે કઈ વાતની ‘સગર્વ’ નોંધ લીધી છે?


ઉત્તર : હજારો પ્રેક્ષકોએ એમને 'સુંદરી' બનાવ્યો છે એ વાતની જયશંકરે ‘સગર્વ’ નોંધ લીધી છે.


(13) જયશંકર ભોજક અશિક્ષિત હોવાથી કોની પાસે આત્મકથા લખાવી?


ઉત્તર : જયશંકર ભોજક અશિક્ષિત હોવાથી ડૉ. સોમાભાઈ પટેલ તથા ડૉ. દિનકર ભોજક પાસે આત્મકથા લખાવી હતી.

વ્યાકરણ

1. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યરૂપાંતર કરોઃ 

(1) હું તો ભ્રમમાં જ પડી ગઈ. (ભાવવાક્ય બનાવો.) 

(2) મારાથી સહજ બોલી જવાયું. (કર્તરિવાક્ય બનાવો.)

 (૩) હું મગજમાં રાખીને આગલા-પાછલા દૃશ્યોમાં અભિનય કરતો. (કર્મણિવાક્ય બનાવો.)

 (4) મારાથી એનો અભ્યાસ વધારાતો ગયો.

(કર્તરિવાક્ય બનાવો.)




ઉત્તર : ( 1 ) મારાથી તો ભ્રમમાં જ પડી જવાયું. ( 2 ) હું સહજ બોલી ગયો. (3) મારાથી મગજમાં રાખીને આગલા-પાછલા દૃશ્યોમાં અભિનય કરાતો. ( 4 ) હું એનો અભ્યાસ વધારતો ગયો.




પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


‘સુંદરીની શોધ' કૃતિનો સાહિત્યપ્રકાર દર્શાવો. 

A. જીવનચરિત્ર  B. ચરિત્ર નિબંધ C. આત્મકથા-અંશ

D. જીવનવૃત્તાંત


2. ‘સુંદરી’ની આત્મકથાનું નામ શું છે? 

A. 'સુંદરી' : એક જીવની 


B. રંગભૂમિના કલાકાર 

C. થોડાં જીવનચરિત્રો

D. થોડાં આંસુ, થોડાં ફૂલ


૩. ‘સુંદરી’ એ કોનું ઉપનામ છે? 

A. જયશંકર ભોજક  B. જયશંકર ‘સુંદરી’

C. જયશંકર જાદવ D. જયશંકર ભોગીલાલ


4. 'સુંદરી'ને ઈ. સ. 1951માં ક્યો સુવર્ણચંદ્રક મળ્યો હતો? A. કુમારે B. વિદ્યાસભા C. રણજિતરામ  D. રાષ્ટ્રપતિ

 5. ‘સુંદરી'ને ઈ. સ. 1957માં કયો સુવર્ણચંદ્રક મળ્યો હતો?

 A. રાષ્ટ્રપતિ B. કુમાર C. રણજિતરામ D. વિદ્યાસભા 

6.‘સુંદરી'ને ઈ. સ. 1971માં સરકારે કયા ઇલકાબથી સમ્માનિત કર્યા હતા?


A. પદ્મશ્રી B. પદ્મવિભૂષણ C. ભારતરત્ન D, પદ્મશ્રીકાંત 

 ઉત્તર : 1. આત્મકથા-અંશ  

 2. થોડાં આંસુ, થોડાં ફૂલ 

૩. જયશંકર ભોજક

4. રણજિતરામ

5. રાષ્ટ્રપતિ 

6. પદ્મવિભૂષણ


2. કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યપરિવર્તન કરો ઃ


( 1 ) દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈનાં પરાઓમાં રહેવા જતા.(નિષેધવાક્ય બનાવો.) . 

( 2 ) સરસ્વતીચંદ્રના ચાર ભાગ છે. (પ્રશ્નવાક્ય બનાવો.)

 (૩) જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે.

(ઉગારવાક્ય બનાવો.)

 ( 4 ) મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદર બનાવ્યો છે, એ વાતનું હું સગર્વ નોંધ લઉં છું. (ક્રિયાત્તિપત્યર્થ વાક્ય બનાવો.)

 ઉત્તર : ( 1 ) દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈનાં પરાઓમાં રહેવા જતા ન હતા.


( 2 ) શું સરસ્વતીચંદ્રના ચાર ભાગ છે?


(3) એની ચાલમાં ગુજરાતણનો શો ઠસ્સો પ્રગટે છે ! 




(4) જો મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો ન હોત તો મેં એ વાતની સગર્વ નોંધ લીધી ન હોત.


3. નીચેનાં વાક્યોમાં પ્રત્યયો મોટા વપરાયા હોય તો સુધારીને લખો :

 ( 1 ) રંભા દૂધવાળી બની પોતાનાં પતિ રાજરતન પાસે આવે છે.

( 2 ) પ્રસ્તુત નાટકમાં 'કોઈ દૂધ લ્યો દિલરંગી’ ગીત ખૂબ મશહૂર થયું હતું.

(૩) જે ભવિષ્યથી એમનાં સંબંધીના પત્ની થવાના હતા. 

( 4 ) જયશંકરે સ્ત્રીનું પોશાક ધારણ કર્યું.

( 5 ) ગુજરાતથી જે નારીના શોધમાં હું તો તેના અહીં દર્શન થતાં.

ઉત્તર : ( 1 ) રંભા દૂધવાળી બનીને પોતાના પતિ રાજરતન પાસે આવે છે.

( 2 ) પ્રસ્તુત નાટકનું ‘કોઈ દૂધ લ્યો દિલરંગી' ગીત ખૂબ મશહૂર થયું હતું.

(૩) જે ભવિષ્યમાં એમના સંબંધીનાં પત્ની થવાનાં હતાં.

 ( 4 ) જયશંકરે સ્રીનો પોશાક ધારણ કર્યો.

(5) ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેનાં અહીં દર્શન થતાં.


4. નીચેના શબ્દોના અર્થભેદ લખો :

( 1 ) અભિનય – અભિનવ ( 2 ) મીલ – મિલ (૩) આગરો – આગલો – આગળો ( 4 ) પરિણામ – પરિમાણ (5) અહિ – અહીં 

ઉત્તર : ( 1 ) અભિનય – વેશ ભજવવો તે /

અભિનવ – તદ્દન નવું, શિખાઉ

( 2 ) મીલ – પ્રતિપક્ષ, વિરોધી જમાવટ/

મિલ – યંત્રથી ચાલતું કારખાનું

(૩) આગરો – નાણાભીડનો વખત

આગલો – પહેલો |

આગળો – ઉલાળો

( 4 ) પરિણામ – ફળ, નતીજો / પરિમાણ – માપ

 ( 5 ) અહિ – સાપ / અહીં – આ સ્થળે


નીચે વિભાગ ‘અ’માં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો વિભાગ ‘બ’માંથી શોધીને લખો :


(1)


વિભાગ ‘અ’વિભાગ ‘બ’
1. કામણ
2. છાપ
–અસર, પ્રભાવ
– વશીકરણ, મોહિની
– ઇચ્છા, મુરાદ

ઉત્તર : 1. કામણ – વશીકરણ,મોહિની

2. છાપ – અસર, પ્રભાવ

2

વિભાગ ‘અ’
વિભાગ ‘બ’
1. લાવણ્ય
 2. યૌવન
– જુવાની, જોબન
- સોંદર્ય, રમણીય
-સ્મરલ, સ્મૃતિ

ઉત્તર : 1. લાવણ્ય - સૌંદર્ય, રમણીય 2. યોવન – જુવાની, જોબન

3


વિભાગ ‘અ’
વિભાગ ‘બ’
1 ઉત્કંઠા
2. અલૌકિક
-અસામાન્ય, અદભુત
- તીવ્ર ઇચ્છા, આતુરતા
- પરિશ્રમ, ઉઘમ

ઉત્તર : 1, ઉત્કંઠા - તીવ્ર ઇચ્છા, આતુરતા

2. અલૌકિક – અસામાન્ય, અદ્ભુત



4


વિભાગ ‘અ’
વિભાગ ‘બ’
1. અનુકૃતિ
 2. લહેકો
 - અદા,છા ટા 
-અનુકરણ, નકલ
· શોખ, વ્યસન 

ઉત્તર : 1. અનુકૃતિ – અનુકરણ,નકલ 2. લહેકો – અદા, છા ટા

6. નીચે આપેલા શબ્દોના અર્થ આપો :

( 1 ) ઠાવકાપણું ( 2 ) પરિધાન ( 3 ) છાઘર ( 4 ) સમત્વ ( 5 ) સાંગોપાંગ ( 6 ) આડકથા (7) અવાંતર (8) ભ્રમ 

ઉત્તર : ( 1 ) શાણપણ ( 2 ) પહેરવેશ (૩) પ્રભાવક ( 4 ) સમાનતા ( 5 ) અંગ-ઉપાંગો સહિત ( 6 ) ઉપકથા 

(7) અંદરનું ( 8) વહેમ 


7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

 ( 1 ) પ્રસિદ્ધ( 2 ) સાક્ષર ( 3 ) અધૂરું ( 4 ) રસ

( 5 ) લૌકિક ( 6 ) ગૂંચ ( 7 ) નમ્ર ( 8 ) સ્વીકાર (9) ચઢિયાતું

 (10) આકર્ષણ

 ઉત્તર : ( 1 ) પ્રસિદ્ધ x અપ્રસિદ્ધ( 2 ) સાક્ષર x નિરક્ષર (૩) અધૂરું × પૂર્ણ (4) રસ × નીરસ (5) લૌકિક x અલૌકિક (7) નમ્ર x ઉગ્ર  ( 6 ) ગૂંચ × ઉકેલ (8) સ્વીકાર x નકાર

(9)ચઢિયાતું × ઊતરતું

 (10) આકર્ષણ x અનાકર્ષણ

 8. નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દસમૂહ લખો :

 ( 1 ) પોલકું – સ્ત્રીઓને પહેરવાનું વસ 

( 2 ) બો – બાંધવામાં વપરાતી દોરી 

( 3 ) કામણ – મોહિની લગાડવી તે 

( 4 ) કદરદાન – કદર કરે કે જાણે તેવું 

( 5 ) પરું – શહેરની બહારનો ભાગ

 ( 6 ) દૃષ્ટિકોણ – વસ્તુને જોવા-વિચારવાની રીત

 ( 7 ) ભેટસોગાદ – બક્ષિસ કે નજરાણા તરીકે અપાતી વસ્તુ 

( 8 ) અભિનય – પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી 




9. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપો :


( 1 ) તરબોળ ( 2 ) બો ( 3 ) મોઢું ( 4 ) અર્થાતર ( 5 ) અટૂલું બાંધવાની દોરી  


ઉત્તર : ( 1 ) એકરસ થયેલું ( 2 ) બીડો,(૩) મોં ( 4 ) અંદરનું ( 5 ) એકલવાયું

10. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો :

( 1 ) ભુમીકા ( 2 ) દ્રષ્ટિકોણ ( 3 ) ક્રમબધ્ધ ( 4 ) મશહુર ( 5 ) ખાત્રી ( 6 ) નીરક્ષ૨ ( 7 ) શીક્ષિત ( 8 ) અઠવાડીઉં ( 9) સરસ્વતિચંન્દ્ર (10) ગૂંણસુંદરી (11) બુધ્ધિપ્રકાશ

ઉત્તર : ( 1 ) ભૂમિકા ( 2 ) દૃષ્ટિકોણ ( 3 ) ક્રમબદ્ધ ( 4 ) મશહૂર ( 5 ) ખાતરી ( 6 ) નિરક્ષર ( 7 ) શિક્ષિત ( 8 ) અઠવાડિયું ( 9 ) સરસ્વતીચંદ્ર (10) ગુણસુંદરી (11) બુદ્ધિપ્રકાશ

11. નીચેનાં વાક્યોમાં વિરામચિહ્નોનો ઉપયોગ કરી, વાક્ય ફરી લખો :
 ( 1 ) તેમણે કહ્યું હા છે મેં પૂછ્યું હું તે વાંચું તેમણે કહ્યું વાંચજે 
ઉત્તર : તેમણે કહ્યું, ‘હા, છે.’ મેં પૂછ્યું, ‘હું તે વાંચું?’ તેમણે કહ્યું, ‘વાંચજે.’

(2) ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા

ઉત્તર : ત્યાં બાપુલાલ મારી પાસે ‘વિક્રમચરિત્ર’ની ‘રંભા દૂધવાળી'ની ભૂમિકા તૈયાર કરાવતા હતા.

(૩) વળી સૌભાગ્ય-સુંદરીની સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ડીમોના અને માલતીમાધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો હતો.

ઉત્તર : વળી ‘સૌભાગ્ય-સુંદરી’ની ‘સુંદરી’ની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ‘ડેસ્ડીમોના’ અને ‘માલતીમાધવ’ની ‘માલતી'નો અભ્યાસ મેં કરી લીધો હતો.

12.નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરોઃ
 ( 1 ) લોકજીભે રમતું થવું – લોકોએ સતત ગાયા કરવું

વાક્ય : નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં લોકજીભે રમતાં થઈ ગયાં છે.

( 2 ) કઠણ થઈ પડવું – મુશ્કેલ થઈ પડવું વાક્ય : પિતાના અકસ્માતના આઘાતજનક સમાચાર માને

જણાવવાનું રોહિત માટે કઠણ થઈ પડ્યું.

(૩) શરમના શેરડા પડવા – શરમથી મોં લાલ થઈ જવું વાક્ય સાસુએ પુત્રવધૂની પ્રશંસા એમનાં સ્વજનો પાસે કરી ત્યારે તેના મુખ પર શરમના શેરડા પડ્યા.

( 4 ) ગૂંચ ઉકલી જવી – મુશ્કેલી કે સમસ્યા હલ થવી વાક્ય : વેવાઈની ગેરસમજ દૂર થતાં લગ્નની ગૂંચ ઉકલી ગઈ. (5 ) ભ્રમમાં પડવું – શંકા થવી

વાક્ય : નીતાનું વર્તન ભલભલા ભ્રમમાં પડી જાય એવું વિચિત્ર છે.
 ( 6 ) રોમાંચ અનુભવવો – (લાગણીથી) શરીર ઉપરનાં રુંવાડાં થવી

ઊભાં થયાની અનુભૂતિ

વાક્ય : લોકગીતની રાષ્ટ્રીય સ્પર્ધામાં દીકરી પ્રથમ આવતાં માતાપિતાએ રોમાંચ અનુભવ્યો.

(7) ઘેરી છાપ પડવી – ઊંડી અસર થવી

વાક્ય : સુનિલની અદ્ભુત વક્તૃત્વ છટાની શ્રોતાઓ પર ઘેરી છાપ પડી.

( 8 ) મનોરથ જાગવો – ઇચ્છા થવી

વાક્ય : પરીક્ષામાં પ્રથમ નંબર મેળવવાનો મનોરથ જાગતાં જ સમીરે રાતદિવસ મહેનત શરૂ કરી.

(9) મનોરથ મનમાં જ રહી જવો – ઇચ્છા પૂરી ન થવી વાક્ય : પીયૂષ સારા નંબરે પાસ ન થતાં એનો વિદેશ જવાનો મનોરથ મનમાં જ રહી ગયો.

(10) લાવણ્ય મહેકી રહેવું – સુંદરતા પ્રસરી જવી વાક્ય : ઐશ્વર્યા સભાગૃહમાં દાખલ થતાં જ ચારે બાજુ એનું લાવણ્ય મહેકી રહ્યું.

(11) યારી આપવી – મદદરૂપ થવું, સફળતા આપવી વાક્ય : દીપ્તિને સંગીતકલામાં પારંગત થવામાં તેની અથાગ મહેનતે યારી આપી.

13. નીચેનાં વાક્યોમાંથી સંયોજક શોધીને લખો :

( 1 ) મુખ હસી હસી જતું અને છતાં વકાપણું તે સાચવી લેતાં હતાં.

( 2 ) મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યનાં પુસ્તકો વાંચવામાં ગાળતો હતો.

(૩) જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. 
( 4 ) હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું.

ઉત્તર : ( 1 ) અને ( 2 ) જેટલો ... (તેટલો) (૩) જ્યારે (4) કે ત્યારે

14. નીચેનાં વાક્યોમાં કઈ વિભક્તિ વપરાઈ છે તે જણાવોઃ

( 1 ) દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈનાં પરાઓમાં રહેવા જતા.

( 2 ) વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દડ દડ આંસુ સરવા લાગ્યાં.

( 3 ) લોકો તેને કલાનો નમૂનો સમજીને સ્વીકારતા. (4) હું તો ભ્રમમાં જ પડી.

( 5 ) મને તેનું ઠેકાણું આપશો?

ઉત્તર : ( 1 ) સિઝનમાં – સપ્તમી વિભક્તિ (અધિકરણ),

મુંબઈનાં પરાં – ષષ્ઠી વિભક્તિ (સંબંધ) ( 2 ) આંખમાંથી – પંચમી વિભક્તિ (અપાદાન) ( 3 ) કલાનો નમૂનો – ષષ્ઠી વિભક્તિ (સંબંધ) ( 4 ) ભ્રમમાં – સપ્તમી વિભક્તિ (અધિકરણ) ( 5 ) તેનું ઠેકાણું – ષષ્ઠી વિભક્તિ (સંબંધ)
















No comments:

Post a Comment