Std 1 to 12


કેતન જોષી

ધોરણ 1 થી 12 બુક માં પીડીએફ ફાઈલ/ટૂંક સમયમાં વિડિયો ફાઈલ મુકવામાં આવશે/મોબાઇલમાં પીડીએફ ફાઇલ ખુલશે

કેતન જોષી આપણું હાર્દિક સ્વાગત કરું છું
Title of the document

અમૃતા (ચરિત્રનિબંધ) કિશનસિંહ ચાવડા

 અમૃતા (ચરિત્રનિબંધ) કિશનસિંહ ચાવડા (જન્મ : 17 – 11 – 1904, મૃત્યુ : 01 – 12 – 1979]


પાઠ-પરિચય


‘અમૃતા’ નિબંધમાં લેખકે અમૃતા (ચરિત્રનિબંધ) કિશનસિંહ ચાવડાપોતાની નાની બહેન પ્રત્યેના પોતાના અતૂટ સ્નેહસંબંધોને એટલી સરસ રીતે રજૂ કર્યા છે કે ભાઈ-બહેનના નિર્મળ પ્રેમને જોઈ એક બાજુ હર્ષ થાય છે, તો બીજી બાજુ અમૃતાનું અકાળ મૃત્યુ માત્ર ભાઈની અને એના કુટુંબજનોની જ નહિ, વાચકોની આંખને પણ ભીંજવે છે. અમૃતાનો ભાઈ પ્રત્યેનો નિખાલસ નિર્મળ પ્રેમ અને ભાઈનું પણ બહેન પ્રત્યેનું હેત, અમૃતાની પાંચીકા રમવાની કુશળતા, એનો ક્રોધ, ભાઈનાં લગ્ન અટકાવવાની તેની મથામણ વગેરેમાં કૈવળ તેનો ભાઈ પ્રત્યેનો નિખાલસ પ્રેમ જ છલકાય છે. અમૃતાનું સાસરે જવું, અચાનક તેને આવેલી બીમારી અને અંતે અકાળે થતા બહેનના મૃત્યુથી ભાઈનું હૃદય હલબલી જાય છે. અમૃતાનાં અસ્થિ અને પાંચીકાનું વિસર્જન કરતાં ભાઈ(લેખક)નો જીવ ચાલતો નથી. એમની મનઃસ્થિતિ ખરેખર હૃદયદ્રાવક છે.


શબ્દાર્થ




- [પૃષ્ઠ 14] જબરું – બળવાન, (અહીં) ગાઢ. તકરાર – ઝઘડો, કજિયો. ગંઠાયેલું – સુદૃઢ. ખુલ્લૂ – સુવાસ. ચકોર – ચાલાક. મુગ્ધ – મોહિત. શિખર – શૃંગ, ટોચ . ધનુષ્યાકૃતિ – ધનુષ્ય જેવો આકાર. ભવાં – ભમ્મર. રૂપાળી – સુંદર. બચપણ – બાળપણ. હતાશ – નિરાશ. સેર –દોરામાં મણકા, મોતી વગેરે પરોવીને બનેલી માળા. અવધૂત – વૈરાગી, સાધુ. ભસ્મ – યજ્ઞની રાખ. બળી – ભલે. મોસાળ – માનું પિયર, મામાનું ઘર. ધડાકો – ચોંકાવનારી વાત. બંદા – મુરબ્બી, વડીલ, (અહીં) લેખક.

[પૃષ્ઠ 15] પાંચીકા – રમવાના કુકા. એક્કો – હોશિયાર. ખલ –ઔષધ કચરવાનું કે ઘૂંટવાનું સાધન. આબરૂ – ઇજ્જત, પ્રતિષ્ઠા.

ચબરાક – ચાલાક. મશરૂ – રેશમ તથા સૂતરનું વિવિધરંગી કપડું. અમૂલ્ય ઘરેણું – કિંમતી દાગીનો. રેશમગાંઠ –ન છૂટે એવી રેશમની ગાંઠ, (અહીં) અતૂટ સંબંધ. કુળવાન – ખાનદાન. પીઠી – લગ્નપ્રસંગે વરકન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ, આણવું – લાવવું. લપાઈ જવું – સંતાઈ જવું, છુપાઈ જવું. પડુંપડું થતો – પ્રગટ થવાની તૈયારીમાં. ચારુતા – કોમળતા, સુંદરતા. સહૃદય – સામી વ્યક્તિની ભાવના કે લાગણી સમજી શકે એવું. ગમગીન – ઉદાસ. કારુણ્ય – કરુણતા.

[પૃષ્ઠ 16] લાડીલી – વહાલી. શાણી – ડાહી, ઠાવકી. માંગલ્ય – શુભ, કલ્યાણ. અસ્થિ – હાડકાં. ઓવારો – કિનારો. લાવણ્ય – સુંદરતા.





પ્રશ્નોત્તર




પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો :


( 1 ) અમૃતાનું પાત્રાલેખન કરો.


ઉત્તર : લેખકની નાની બહેન અમૃતાને સૌ અમુના વહાલસોયા નામથી બોલાવતાં. અમૃતા અને તેનો ભાઈ ભાઈ-બહેન ઉપરાંત ગાઢ મિત્રોય હતાં. અમુ તોફાની હતી. તેનો શરીરનો બાંધો સુદૃઢ હતો. તે તંદુરસ્ત હતી. તેનો ચહેરો નમણો હતો, આંખો તેજસ્વી અને ચકોર હતી, તે તેના સમગ્ર સૌંદર્યનું શિખર હતી. તેનામાં બાળસહજ નિખાલસતા હતી. અમુની બા નર્મદાએ તેની નાની રાજુબાને સાજી કરવા કોઈ અવધૂતના શબ્દોમાં વિશ્વાસ મૂક્યો હતો અને ગળામાં પહેરેલી સોનાની કંઠી અવધૂતને આપી દીધી હતી. આ જાણીને તેણે તરત જ તેની બાને નિખાલસભાવે કહ્યું, ‘મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ.’ અમુને પાંચીકાનો પણ ખૂબ શોખ હતો, એટલું જ નહિ, તે પાંચીકા રમવામાં હોશિયાર હતી. તેનો ભાઈ પ્રત્યેનો પ્રેમ અતૂટ હતો. આથી તે ભાઈનાં લગ્નની વાત સ્વીકારી શકી નહિ. તેણે ભાઈનાં લગ્ન બંધ રખાવવા અથ તેને પરણાવવાની વાત ઉડાડી દેવા ખૂબ પ્રયત્ન કર્યા, પણ ફાવી નહિ. ભાઈને પીઠી ચોળી ત્યારે તે ચોધાર આંસુએ રડી. કોઈથી છાની નર હી. ભાઈએ તેને બથમાં લીધી ત્યારે તેનાં ડૂસકાં શમ્યાં. તેણે પોતાને વહાલા અને મનગમતા પાંચીકા ભાઈને લગ્નમાં ભેટ આપી દીધા. અમુએ પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમમાં એકાધિકાર જમાવ્યો હતો. અમુનાં લગ્ન થતાં તેના વિદાયપ્રસંગે ભાઈએ પણ એ પાંચીકાની મશરૂની કોથળીમાં પચીસ રૂપિયા મૂકીને એ કોથળી અમુના હાથમાં સરકાવી દીધી હતી. એ પ્રસંગે ભાઈએ અમુની આંખોમાં વહાલ, વિષાદ અને વ્યથા જોયાં હતાં. લગ્નના ચાર વર્ષ પછી અમૃતા અચાનક બીમાર પડી. પછી સૌને રડતાં મૂકીને એ ચાલી ગઈ. અમુનાં અસ્થિ અને તેના મનગમતા પાંચીકા પાણીમાં પધરાવતાં ભાઈનું અંતર રડતું હતું, પણ તેણે તો ભાઈની હસતાં હસતાં વિદાય લીધી હતી.


( 2 ) રાજુબાએ કહેલી બાના બચપણની વાત તમારા શબ્દોમાં લખો.


ઉત્તર : એક દિવસ રાજુબાએ અમુ અને તેના ભાઈનાં બાની બાળપણની એક વાત કહી. તેમનાં બાનું નામ નર્મદા હતું. એ નવ-દસ વર્ષની ઉંમરની હતી ત્યારે રાજુબા માંદા પડી ગયાં. કોઈને આશા નહોતી કે એ જીવશે. એમના નાના એટલે કે રાજુબાના પતિ સાવ હતાશ થઈ ગયા. એ દિવસોમાં એક સાધુ ભિક્ષા માગવા 



આવ્યો. નર્મદા મુઠ્ઠીભરીને બાજરો લઈ સાધુને દેવા દોડી. એ સાધુએ એના ગળામાં સોનાની સેર જોઈ. એને વાતવાતમાં ઘરની માંદગીની ખબર જાણી લીધી, એટલે એણે નર્મદાને કહ્યું કે તારી આ સોનાની કંઠી આપી દે તો તારી મા સાજી થઈ જાય એવી દૈવી ભસ્મ આપું. ભોળી નર્મદાએ તરત જ સોનાની કંઠી ગળામાંથી ઉતારીને એ સાધુને આપી દીધી અને સાધુ ચપટી ભસ્મ આપીને ચાલતો થયો. નર્મદાએ ભસ્મને પાણીમાં ભેળવીને ચમચીથી રાજુબાના ગળામાં ઉતારી દીધી. ભગવાનનું કરવું કે ત્યારપછી તેઓ સાજાં થઈ ગયાં. આઠ-દસ દિવસ પછી નર્મદાના ગળામાં સોનાની કંઠી ન જોતાં આ વાતની જાણ થઈ.


(3) અમૃતાનો પાંચીકાપ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો.


ઉત્તર : અમૃતાને પાંચીકા રમવાનો ખૂબ શોખ હતો. એ તેની મનગમતી રમત હતી. તે કલાકોના કલાકો સુધી ૨મે, પણ થાકે નહિ. તે પાંચીકા રમવામાં એક્કો હતી. અમુએ તેમના ફળિયામાં રહેતા ભૈરવકાકા પાસેથી આરસના પાંચીકા લાવી આપવાનું વચન લીધું. બીજે દિવસે અમુની પાસે આરસના સુંદર કૂકા આવી ગયા. તેણે ૨મી૨મીને એ પાંચીકાને સરસ મજાના લીસા અને ચળકતા બનાવ્યા હતા. અમુ પાંચીકાથી રમે ત્યારે તેનો કૂકો બહુ ઊંચે સુધી ઊછળે અને નીચે આવે ત્યારે કૂકાની સાથે તેની આંખની કીકી પણ ઊંચી ચડે અને નીચે ઊતરે. અમુ પાંચીકા રમવામાં એવી એકાકાર થઈ જતી કે તેની ચબરાક આંખો ઊંચે ઊછળતા કૂકાને તરત જ હાથમાં ઝીલી લેતી. આરસના ફૂંકા એને ખૂબ વહાલા હતા. એને સાચવવા માટે એણે ખાસ મશરૂની કોથળી કરાવેલી. કૂકા એટલે અમુનો પ્રાણ, એનું અમૂલ્ય ઘરેણું અને એની મોંઘી મિલકત,


( 4 ) લેખકનો ભગિનીપ્રેમ ‘અમૃતા’ ચરિત્રનિબંધમાં કેવી રીતે પ્રગટ થાય છે તે જણાવો.


ઉત્તર : લેખકને અમુ એટલી વહાલી હતી કે બહેન ‘અમૃતા’ પર ચરિત્રનિબંધ લખીને જાણે પોતાની વહાલસોયી બહેનને સ્મરણાંજલિ આપે છે. બહેનની વાત કરતાં લેખક ક્યારેક ગળગળા થઈ જાય છે, તો અમુની ગેરહાજરીમાં પોતાનાં જ ભવાં પંપાળીને તેને યાદ કરે છે. અમુએ ભોળાભાવે તેની બાને કહેલું કે ‘બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ.' આ પ્રસંગને પણ લેખક ભૂલ્યા નથી. અમુને વહાલા પાંચીકા, તેની રમવાની ઢબ, રમતી વખતે ઊછળતા કૂકાની સાથે અમુની ઊછળતી આંખની કીકીનું સજીવ અને સુંદર ચિત્ર આલેખ્યું છે. ભાઈનાં લગ્નને અટકાવવા અમુએ બાને કરેલી અરજી, બાપુજીને કરેલા કાલાવાલા, પણ ‘બિચારી અમુનું કોણ માને!' એ શબ્દો દ્વારા ભાઈએ બહેન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. અમુની આંખોમાં છલકાતો સ્નેહ જોઈ એને બાઝી પડે છે અને બંને મન મૂકીને રડે છે. અમુનાં લગ્ન લેવાયાં ત્યારે તેઓ એટલા ગમગીન થઈ ગયા કે અમુને પીઠી ચઢી ત્યારે તેઓ રડી પડે છે. અમુની વિદાય વખતે મશરૂની કોથળીમાં પાંચીકાની સાથે પચીસ રૂપિયા મૂકી, બહેનના હાથમાં તે કોથળી સરકાવી ત્યારે અમુએ ભાઈ સામે જોયું. ભાઈ અમુની એ આંખો કદી ભૂલ્યા નથી. લગ્નના ચારેક વર્ષ પછી ભાઈની લાડલી, તોફાની, મસ્તીખોર બહેન અમને અચાનક બીમારીએ ઘેરી લીધી અને સૌને રડતાં મૂકીને તે ચાલી ગઈ. અમુના મૃત્યુ પછી તેની પેટીમાં પડેલા કૂકા જોઈને લેખકનું હૃદય દ્રવી ઊઠે છે અને બાને ભેટી પડે છે.


પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો : (1 ) અમુનું બાળપણ કેવું હતું?


ઉત્તર : અમે બાળપણમાં ગજબની તોફાની હતી. અમુ ભાઈને હેરાન કરનાર છોકરાઓના બાર વગાડી દેતી. અમુએ પોતે જ બાને કહ્યું કે ‘‘બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહિતર હું સાધુને આપી દઈશ''. આમ, અમુની નિખાલસતા જાણીને બાએ તેને બચ્ચીઓ કરીને વહાલ કરેલું.


( 2 ) ભૈરવકાકા કોણ હતા? તેમની શી વિશેષતા હતી ?


ઉત્તર : ભૈરવકાકા લેખકના ફળિયામાં રહેવા આવેલ ભાડૂત હતા. ભૈરવકાકા પાસે આરસપહાણ ટાંકવાની એક વિશિષ્ટ કળા હતી. ટાંકણું જાણે તેમનું બાળક અને હથોડી જાણે તેમની દાસી હોય એ રીતે તેમની પાસેથી એ કામ લેતા. તેમણે આરસનો એક ખલ તૈયાર કરીને લેખકનાં બાને આપ્યો હતો. તેમણે અમુને પણ આરસના સરસ પાંચીકા બનાવી આપ્યા હતા.


(૩) ભાઈ-બહેન બંને કઈ નવી પરિસ્થિતિ સહી ન શક્યાં? ઉત્તર : બારમું વરસ પૂરું થતાં ભાઈનાં લગ્નની તૈયારીઓ શરૂ થવા માંડી. લગ્નનો દિવસ નજીક આવતો ગયો તેમ ધમાલ વધતી ગઈ. ભાઈનું મહત્ત્વ વધતું ગયું. અમુને આ વાત નવી લાગી; કારણ કે હવે ભાઈ-બહેનનો પહેલા જેટલો સાથસથવારો રહ્યો નહોતો, ઓછો થવા લાગ્યો હતો. ભાઈ-બહેન વચ્ચે વહાલની રેશમગાંઠ ખૂબ મજબૂત હતી. આથી આ બંને ભાઈ-બહેન આ નવી પરિસ્થિતિ સહી ન શક્યાં.


(4 ) ભાઈનાં લગ્ન બંધ રાખવાના અમુના પ્રયત્નો કેમ નિષ્ફળ ગયા?


ઉત્તર : અમુને ખબર પડી કે હવે ભાઈનાં લગ્ન થવાનાં છે. તેને ભાઈ ખૂબ વહાલો હતો. એ થોડી ગુસ્સાવાળી હતી. તે અનેક રીતે પોતાનો ગુસ્સો પ્રગટ કરતી. સૌપ્રથમ તેણે તેની બાને અરજી કરી, પણ બાએ તેને નાદાન ગણીને હસી કાઢી. પછી તે બાપુજી પાસે ગઈ. તેને ભાઈનાં લગ્ન બંધ રખાવવાં હતાં અને પરણવાની આખી વાત જ ઉડાડી દેવી હતી. ‘બિચારી અમુનું કોણ માને!' તેના એક પણ પ્રયત્ન સફળ થયા નહિ.


( 5 ) લેખકના કુટુંબીજનોનો હરખ શા માટે સમાતો નહોતો? ઉત્તર : લેખકનું કુટુંબ ખાનદાન હતું. સમાજમાં તેમની સારી પ્રતિષ્ઠા હતી. સંબંધીનો વિસ્તાર ઘણો હતો, એટલે બાળપણમાં જ છોકરાનાં લગ્ન થવાનાં છે એ વિચારથી લેખકના કુટુંબીજનોનો હરખ સમાતો નહોતો.


( 6 ) અમુની યુવાવસ્થામાં ભાઈ-બહેનના સંબંધો કેવા રહ્યા હતા?


ઉત્તર : અમુ યુવાન થતાં વધારે નમણી લાગતી હતી. એના રૂપમાં યૌવન અને લાવણ્યમાં ચારુતા દેખાતી હતી. આંખોમાં બાળપણની મસ્તીને બદલે લજ્જા હતી. તેમ છતાં, બંને ભાઈ-બહેનનો સ્નેહ ઉંમર સાથે વધ્યો હતો. તમામ સંજોગો અને સ્થિતિ વટાવીને એ વધારે વિશુદ્ધ, વધારે સહૃદય થયો હતો. એમાં સ્નેહની ભીનાશ વધી હતી. એમાં નિર્મળ સ્નેહની ભવ્યતા ભળી હતી.


* (7) ભાઈએ અમુને લગ્નમાં શી ભેટ આપી હતી?


ઉત્તર : અમુએ પોતાના વહાલા પાંચીકા મશરૂની કોથળીમાં મૂકીને ભાઈને એના લગ્નપ્રસંગે આપી દીધા હતા. અમુના લગ્નપ્રસંગે ભાઈએ એમના પિતા પાસેથી પચીસ રૂપિયા લીધા. એણે મશરૂની કોથળીમાં પાંચીકાની સાથે એ રૂપિયા મૂકીને અમુને લગ્નમાં એની ભેટ આપી હતી.


* ( 8 ) અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી? શા માટે?


ઉત્તર : લગ્નના ચારેક વરસ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે લેખક અને એમનાં બા અમુને ઓળખી ન શકે એટલી તે બદલાઈ ગઈ હતી; કારણ કે એ અમુ નહિ, પણ અમુનું ભૂત હોય એવી દેખાતી હતી. એનો હસતો ચહેરો, મરી અને મસ્તીખોર આંખો અને એનું ઊછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. નમણી અને સ્નેહ નીતરતી અમુનું આ રૂપ આઘાતજનક હતું.


પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :


( 1 ) અમૃતાને સૌ શું કહીને બોલાવતાં હતાં?


ઉત્તર : અમૃતાને સૌ ‘અમુ’ના વહાલસોયા નામથી બોલાવતાં હતાં.


* (2) અમૃતા માટે રાજુબા હંમેશાં શું કહેતાં હતાં?


ઉત્તર : અમૃતા માટે રાજુબા હંમેશાં કહેતાં હતાં કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની.


(૩) મોસાળથી ઘેર પાછા આવ્યા ત્યારે અમુએ એની બાને શું કહ્યું?


ઉત્તર : મોસાળથી ઘરે પાછા આવ્યા ત્યારે અમુએ એની બાને કહ્યું કે ‘‘બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ.’’


(4) સોનાની કંઠીનું રહસ્ય જાણ્યા પછી બા પકડવા આવી ત્યારે લેખકે શું કર્યું?


ઉત્તર : સોનાની કંઠીનું રહસ્ય જાણ્યા પછી બા પકડવા આવી ત્યારે લેખક ત્યાંથી પોબારા ગણી ગયા.


(5) ભૈરવકાકાને મન ટાંકણું અને હથોડી શું હતાં?


ઉત્તર : ભૈરવકાકાને મન ટાંકણું જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી હતાં.


( 6 ) અમુએ ભૈરવકાકા પાસેથી કયું વચન લીધું?


ઉત્તર : અમુએ ભૈરવકાકા પાસેથી આરસના પાંચીકા લાવી આપવાનું વચન લીધું.


(7) અમુને મન ફૂંકા શું હતા?


ઉત્તર : અમુને મન ફૂંકા જાણે એનો પ્રાણ, અમુલ્ય ઘરેણું અને મોંઘી મિલકત હતા.


( 8 ) માસી અને મામીએ લેખકને લગ્નમાં શી ભેટ આપી હતી? ઉત્તર : માસીએ લેખકને લગ્નમાં સોનાની સેર અને મામીએ લેખકને હાથની કલ્લીઓ આપી.


(9) અમુએ ભાઈને એનાં લગ્નમાં શી ભેટ આપી હતી? ઉત્તર : અમુએ ભાઈને એનાં લગ્નમાં પાંચીકા નાખેલી મશરૂની કોથળી ભેટ આપી હતી.


(10) લેખક ક્યારે રડી પડ્યા?


ઉત્તર : અમુનાં લગ્ન લેવાયાં અને એને પીઠી ચઢી ત્યારે લેખક રડી પડ્યા.


(11) અમુનું મૃત્યુ થતાં ઘરમાં કેવું વાતાવરણ સર્જાયું?


ઉત્તર : અમુનું મૃત્યુ થતાં ઘરમાં સૂનકાર વ્યાપી ગયો, કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું.


પ્રશ્ન 4. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :


1. ‘અમૃતા’ કૃતિનું સાહિત્યસ્વરૂપ દર્શાવો. 

A. નવલિકા  B. આત્મકથા-ખંડ C. ચરિત્રનિબંધ D. નવલકથા-ખંડ


2. ઘરમાં અમૃતાનું વહાલસોયું નામ  શું હતું? A. દમુ B. અમુ C. કમુ D. જમ્મુ


૩. ‘અમૃતા’ કૃતિના લેખકનું નામ દર્શાવો.


A. કિશનસિંહ ચાવડા B. કૃષ્ણસિંહ ચાવડા C. ચુનિલાલ મડિયા D. ઉમાશંકર જોશી


4. ‘અમૃતા’ કૃતિમાં કોનું ચરિત્ર છે?


A. નર્મદાનું B. સાધુનું C. અમૃતાનું D. બા-બાપુજીનું

 5. લેખકના ફળિયામાં ભાડૂત તરીકે કોણ રહેતું હતું?


A. ભૈરવકાકા B. અવધૂત C. માછી D. સંન્યાસી


 ઉત્તર : 1. ચરિત્રનિબંધ 2. અમુ ૩. કિશનસિંહ ચાવડા

 4. અમૃતાનું 5. ભૈરવકાકા  

વ્યાકરણ

1. કૌસમાં દર્શાવ્યા મુજબ વાક્યરૂપાંતર કરોઃ
( 1 ) હું ન તો રડ્યો, ન તો બોલ્યો. (ભાવેવાક્ય બનાવો.)
( 2 ) મેં અસ્થિની થેલી પાણીમાં મૂકી (કર્મણિવાક્ય બનાવો.)

( 3 ) એનાથી નર્મદાને કહેવાયું.( કર્તરિવાક્ય બનાવો.)
( 4 ) તે દિવસે અમુ ચોધાર આંસુએ રડી પડી.
(ભાવેવાક્ય બનાવો.)

ઉત્તર : ( 1 ) મારાથી ન તો રડાયું, ન તો બોલાયું.
( 2 ) મારાથી અસ્થિની થેલી પાણીમાં મુકાઈ.
(3) એણે નર્મદાને કહ્યું.
( 4 ) તે દિવસે અમુથી ચોધાર આંસુએ રડી પડાયું.


2.કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યપરિવર્તન કરો ઃ
( 1 ) નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દઉં?(સંભાવનાર્થ વાક્ય બનાવો.)
( 2 ) બા, મારા ગળામાંથી સોનાની કંઠી કોણે કાઢી?
(આજ્ઞાવાચક વાક્ય બનાવો.)
(૩) ઓ મારા ભાઈ એમ કહીને અમુ ચોધાર આંસુએ રડી
પડી.
(ઉદ્ગારવાક્ય બનાવો.)

(4) અમે બંને આ પરિસ્થિતિ સહી શક્યાં.
(નિષેધવાક્ય બનાવો.)
(5) મને બારમું વરસ ઊતરીને તેરમું બેઠું!(વિધાનવાક્ય બનાવો.)
ઉત્તર : ( 1 ) નહીં તો હું આ કંઠી કોઈ સાધુને આપી દઈશ.
( 2 ) બા, મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે.

(3) અમુ ચોધાર આંસુએ રડી પડી : ‘ઓ મારા ભાઈ રે!'
(4) અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યાં.
(5) મને બારમું વરસ ઊતરીને તેરમું બેઠું.
3. નીચેનાં વાક્યોમાં પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને લખો :
( 1 ) કોઈથી આશા નહોતી કે હું જીવીશ.
( 2 ) એની ડોકમાં એક સોનાનું સેર હતી.
(૩) બાના આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતાં હતાં.
(4) મને બાર વરસ ઊતરીને તેર બેઠું.
ઉત્તર : ( 1 ) કોઈને નશા નહોતી કે હું જીવીશ.
(2) એની ડોકમાં એક સોનાની સેર હતી.
( ૩ ) બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતાં હતાં.
(4) મને બારમું વરસ ઊતરીને તેરમું બેઠું.
4. નીચેના શબ્દોના અર્થભેદ લખો :
( 1 ) કડી – કઠો
( 2 ) સરસ – આળસ
( ૩ ) ઓછો – આછો
( 4 ) કળિ – ક્વી
( 5 ) સાકરું – આવું
( 6 ) ગડી – ગળી
ઉત્તર : ( 1 ) કઠી – ખૂંચી | કંઠી – ડોકમાળા
( 2 ) આરસ – લીસો પથ્થર | આળસ – એદીપણું, સુસ્તી
(૩) ઓછો – અધૂરો, ઊણો / આછો – ઝાંખો, ઝીણો
( 4 ) ળિ – કળિયુગ / કળી – કલિકા, અણખીલ્યું ફૂલ
( 5 ) આકરું – કન્ન, મુશ્કેલ / આકળું – અધીરું, ઉતાવળું
( 6 ) ગડી – કપડાંની ગેડ | ગળી – એક વનસ્પતિ
5.
નીચે વિભાગ ‘અ’માં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો વિભાગ 'બ ‘’માંથી શોધીને લખો :


1..

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
1. તકરાર
2. રૂપાળી
– ઘાટીલી, દેખાવડી
– પરિવાર, ખાનદાન
– ઝઘડો, કજિયો
ઉત્તર : 1. તકરાર – ઝઘડો, કજિયો
2. રૂપાળી – ઘાટીલી, દેખાવડી
2..

વિભાગ ‘અ’
વિભાગ ‘બ’
1. અનાજ
2. બાળપણ

– વિમળ, સ્વચ્છ
– ધાન્ય, અન
– શૈશવ, બાલ્યકાળ
ઉત્તર : 1. અનાજ – ધાન્ય, અન
2. બાળપણ – શૈશવ, બાલ્યકાળ
3..

વિભાગ ‘અ’
વિભાગ ‘બ’
1. ખુલ્લૂ
2. ચકોર
– ચાલાક, ચપળ
–બળવાન, ગાઢ
– સુવાસ, ફોરમ
ઉત્તર : 1. ખુશ્બ – સુવાસ, ફોરમ
2. ચકોર – ચાલાક, ચપળ
4.

વિભાગ ‘અ’
વિભાગ ‘બ’
1. શિખર
2. અવધૂત
– વેરાગી, સાધુ
– હતાશ, નિરાશ
- શૃંગ, ટોચ
ઉત્તર : 1. શિખર – શૃંગ, ટોચ
2. અવધૂત – વૈરાગી, સાધુ
5.

વિભાગ ‘અ’
વિભાગ ‘બ’
1. આબરૂ
2. શાણી
– ડાહી, ઠાવકી
– ઇજ્જત, પ્રતિષ્ઠા
– લાડલી, વહાલી
ઉત્તર : 1. આબરૂ – ઇજ્જત, પ્રતિષ્ઠા
2. શાણી – ડાહી, ઠાવકી 

ભાગ ૨ 
નીચે આપેલા શબ્દોના અર્થ આપો :

( 1 ) ભવાં ( 2 ) ભસ્મ  ( 3 ) બંદા ( 4 )કુળવાન ( 5 ) કારુણ્ય ( 6 ) અસ્થિ

ઉત્તર : ( 1 ) ભમ્મર ( 2 ) રાખ (3) મુરબ્બી, વડીલ ( 4 ) ખાનદાન ( 5 ) કરુણા ( 6 )  હાડકા

7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
(1) આશા (2) વિદાય  ( 3 ) જબરુ (4) રૂપાળું
ઉત્તર: ( 1 ) આશા x નિરાશા       ( 2 ) વિદાય x મિલન, મેળાપ  3 ) જબરુ x નિર્બળ  (4 ) રૂપાળું × કદરૂપું


8. નીચે આપેલા શબ્દો માટે યોગ્ય શબ્દસમૂહ લખો :

( 1 ) સેર – દોરામાં મણકા, મોતી વગેરે પરોવીને બનાવેલી માળા


( 2 ) મોસાળ – માનું પિયર, મામાનું ઘર

( 3 ) મશરૂ – રેશમ તથા સૂતરનું વિવિધરંગી કપડું

( 4 ) સહૃદયી – સામી વ્યક્તિની ભાવના કે લાગણી સમજી શકે એવું

( 5 ) ખલ – ઔષધ વગેરે કચ૨વાનો કે ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથરો

( 6 ) પીઠી – પીળો સુગંધી પદાર્થ, કે જે વરકન્યાને શરીરે લગ્નપ્રસંગે ચોળવામાં આવે છે

9. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપો :

( 1 ) બળી ( 2 ) પોબારા ( 3 ) આછું  ( 4 ) આકરું( 5) અકારું

ૐત્તર : ( 1 ) ભલે ( 2 ) નાસી જવું ( 3 ) ઝાંખું ( 5 ) અળખામણું ( 4 ) કઠિન

10. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો :

( 1 ) અમ્રુતા ( 2 ) ખુશ્બ (૩) નરમદા ( 4 ) ભષ્મ ( 5 ) વિસાદ ( 6 ) વિશુધ્ધ ( 7 ) પરિસ્થીતિ ( 8 ) પ્રતિષ્ટા (9) મહત્વ (10) અણીયાળી (11) અમુલ્ય (12) બિમાર

ઉત્તર : ( 1 ) અમૃતા ( 2 ) ખુશ્બ ( 3 ) નર્મદા ( 4 ) ભસ્મ ( 5 ) વિષાદ ( 6 ) વિશુદ્ધ ( 7 ) પરિસ્થિતિ ( 8 ) પ્રતિષ્ઠા (9) મહત્ત્વ (10) અણિયાળી (11) અમૂલ્ય (12) બીમાર

11. નીચેનાં વાક્યોમાં વિરામચિહ્નોનો ઉપયોગ કરી, વાક્ય ફરી લખો :

( 1 ) એ કૂકા તો જાણે એનો પ્રાણ અને પાંચીકાએ રમે કેવી ઉત્તર : એ કૂકા તો જાણે એનો પ્રાણ, અને પાંચીકાએ ૨મે કેવી! (2) અમુ શું આપે બિચારી બધાં વિખેરાયાં જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોડમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી ભાઈ તારા માટે હું આ લાવી છું

ઉત્તર : અમુ શું આપે બિચારી? બધાં વિખેરાયાં. જ્યારે હું એકલો રહ્યો ત્યારે અમુ ધીરે ધીરે પાસે આવીને મારી સોડમાં લપાઈ ગઈ અને સંકોચ સાથે ધીરેથી બોલી : 'ભાઈ, તારા માટે હું આ લાવી છું.’

(3) અકસ્માત માછીએ કહ્યું ભાઈ આ ઑરસંગમ

ઉત્તર : અકસ્માત્ માછીએ કહ્યું, ‘ભાઈ, આ ઑરસંગમ'. 12. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો ઃ

( 1 ) બાર વગાડી દેવા – આફતરૂપ બનવું, સામાવાળાનું આવી બનવું

વાક્ય : વિરાટ કોહલીએ ચોગ્ગા-છગ્ગા મારીને બાંગ્લાદેશની ટીમના બાર વગાડી દીધા.

( 2 ) ગમ પડવી – સૂઝ-સમજ પડવી

વાક્ય : પોતાની ભૂલની કબૂલાત ક્યારે ને કેવી રીતે કરવી તેની સાહેબને ગમ પડી નહિ,

(૩) પોબારા ગણી જવા – પલાયન થઈ જવું, નાસી જવું વાક્ય : પોલીસને જોઈને ટોળાના લોકો પોબારા ગણી ગયા. ( 4 ) નમતું મૂકવું – જતું કરવું

વાક્ય : સાચી વાતમાં દલીલ કરવાને બદલે નમતું મૂકીને વાતનો સ્વીકાર કરવો જોઈએ.

– તદ્દન શરૂઆત, શરૂઆતનું પ્રથમ ( 5 ) પાશેરામાં પહેલી પૂણી – પગલું

વાક્ય : દિનેશ બૉર્ડમાં પ્રથમ નંબરે પાસ થયો એટલે એના પિતાએ કહ્યું કે આ તો હજી એની પાશેરામાં પહેલી પૂણી છે.

( 6 ) વાત ઉડાડી દેવી – બીજાની વાત તરફ દુર્લક્ષ સેવવું, વિઘ્નરૂપ થવું

વાક્ય : સમાજના રીતરિવાજોમાં પરિવર્તન લાવવા મોહનલાલે સૌની સમક્ષ જોરદાર રજૂઆત કરી, પણ કેટલાક રૂઢિચુસ્તોએ એમની વાત ઉડાડી દીધી.

( 7 ) ચાર હાથવાળા થવું – લગ્ન થવાં

વાક્ય : ઉંમરલાયક સંતાનો ચાર હાથવાળાં થાય એવી આશા કયાં મા-બાપને ન હોય?

( 8 ) હરખનો પાર ન હોવો – ખૂબ આનંદ થવો

વાક્ય : પ્રજ્ઞેશ સી.એ.ની પરીક્ષામાં યુનિવર્સિટીમાં

પ્રથમ નંબરે પાસ થતાં કુટુંબમાં હરખનો પાર નહોતો.

(9) શ્રાવણ-ભાદરવો વરસવો – ચોધાર આંસુએ રડવું વાક્ય : રેલવે અકસ્માતમાં યુવાન દીકરાનું મૃત્યુ થતાં કુટુંબીજનોની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવા માંડ્યો.

(10) દિગ્મૂઢ બની જવું – સ્તબ્ધ થઈ જવું વાક્ય : ટ્રેનમાં અચાનક બદમાશો પ્રવેશતાં સૌ દિગ્મૂઢ બની ગયા.




(11) ચોઘડિયાં અકારાં લાગવાં – (અહીં) લગ્નનું મુહૂર્ત આકરું લાગવું


વાક્ય : મોટી બહેનનાં લગ્ન થયાં નહોતાં એટલે નાની બહેનનાં લગ્નપ્રસંગે વાગતાં ચોઘડિયાં એને અકારાં લાગ્યાં.


(12) પડેલે ચહેરે ઊભા રહેવું – (અહીં) ચહેરો ફિક્કો પડી જવો વાક્ય : ચોરી પકડાઈ જતાં મહેશ એના પિતાની આગળ પડેલે ચહેરે ઊભો રહ્યો.


 (13) ગડમથલ ચાલવી – શું સ્થિતિ થવી કરવું ને શું ન કરવું એવી મનની


વાક્ય : નોકરી કરવી કે ધંધો કરવો એ અંગે ચેતનના મનમાં ખૂબ ગડમથલ ચાલી.


(14) ડઘાઈ જવું – ગભરાટથી ચોંકી જવું કે સ્તબ્ધ થઈ જવું વાક્ય : વતનનું ઘર આગમાં સળગીને ભસ્મ થઈ ગયું છે એ સમાચાર સાંભળીને ઘરના સૌ ડઘાઈ ગયા.


(15) સનસનાટી તૂટી પડવી – આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી


વાક્ય : હસતુંરમતું બાળક નજર સામે નદીમાં ડૂબી જતાં ઘરમાં સનસનાટી તૂટી પડી.


(16) વગે કરવું – છુપાવી દેવું, (અહીં) વ્યવસ્થિત કરવું વાક્ય : ઇન્કમટેક્સની રૅડ પડવાની છે એવી જાણ થતાં


ધનસુખલાલે તેમના હિસાબના ચોપડા વગે કર્યા.


(17) હૃદય દ્રવી ઊઠવું – હૃદય ગદ્ગદ્ થઈ જવું


વાક્ય : પુત્રના મૃત્યુથી શોકાતુર નલિનીને જોઈ એની બહેનનું હૃદય દ્રવી ઊઠ્યું.


(18) જીવ ન ચાલવો – હિંમત ન હોવી


વાક્ય : શ્રીધરના મૃત્યુના સમાચાર એની માને આપતાં કોઈનો જીવ ન ચાલ્યો.


13. નીચેનાં વાક્યોમાંથી સંયોજક શોધીને લખો : 

( 1 ) હું બાર વરસનો ત્યારે એ નવની.


( 2 ) ભગવાનને કરવું કે ત્યારપછી વળતાં પાણી થયાં ને સાજી થઈ.


(૩) હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ફોઈ, માસી, મામી બધાં હાજર હોય અને અનાજસફાઈ ચાલતી હોય


( 4 ) કશું સમજાતું નહોતું પણ એકલતાની લાગણી સર્વોપરી હતી.


( 5 ) અમુનાં અસ્થિ અને આરસના પાંચીકા મેં પાઘ્રીમાં મૂક્યા ત્યાં તો લાવણ્ય અને લજ્જાભર્યાં એનાં લોચનો, ધનુષ્યાકૃતિ ભ્રમરોથી છવાયેલાં મારી સામે હસી ઊઠ્યાં !

ઉત્તર : ( 1 ) (જ્યારે).....ત્યારે ( 2 ) કે, ને (૩) (જ્યારે)... ત્યારે, અને ( 4 ) પણ ( 5 ) અને, (જ્યાં) ....ત્યાં, અને 

14. નીચેનાં વાક્યોમાં કઈ વિભક્તિ વપરાઈ છે તે જણાવો: (1 ) એની ડોકમાં એક સોનાની સેર હતી.


(2 ) અમારા ઘરમાં ત્યારપછી તરત જ ધમાલ શરૂ થઈ. (૩) હું નિશાળેથી આવું ત્યારે બાની મદદમાં ... બધાં હાજર હોય.

( 4 ) ‘ભાઈ, તારા માટે હું આ લાવી છું.’ 

( 5 ) લગનમાં સૌએ મને કંઈક ને કંઈક ભેટ આપી. 

ઉત્તર : ( 1 ) એની ડોક – ષષ્ઠી વિભક્તિ (સંબંધ), ડોકમાં – સપ્તમી વિભક્તિ (અધિકરણ), સોનાની સેર – ષષ્ઠી વિભક્તિ (સંબંધ) 

(2 ) ઘરમાં – સપ્તમી વિભક્તિ (અધિકરણ) 

( 3 ) નિશાળેથી – પંચમી વિભક્તિ (અપાદાન) 

( 4 ) ભાઈ – અષ્ટમી વિભક્તિ (સંબોધન) 

( 5 ) લગનમાં – સપ્તમી વિભક્તિ (અધિકરણ), મને – ચતુર્થ વિભક્તિ (સંપ્રદાન)












No comments:

Post a Comment